Site icon

બ્યૂટી ટિપ્સ: શિયાળામાં કુદરતી નરમ અને સ્વસ્થ ત્વચા મેળવવા માટે અજમાવો આ ઘરેલુ ઉપાય; જાણો વિગત

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

શિયાળામાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં શુષ્કતા, ખંજવાળ, લાલાશ વગેરેનો સમાવેશ થાય છે. તેથી જ શિયાળો સંપૂર્ણપણે અલગ સ્કિનકેર રૂટિન માંગે છે.શિયાળાની ઋતુમાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. ચાલો જાણીએ કે કોમળ ત્વચા માટે તમે કયા ઘરેલું ઉપાય અજમાવી શકો છો.

મધ અને દહીં – એક ટેબલસ્પૂન તાજુ દહીં લો અને તેમાં અડધી ચમચી કાચું મધ ઉમેરો. એકસાથે મિક્સ કરો અને થોડીવાર માટે આ મિશ્રણથી ચહેરા અને ગરદન પર મસાજ કરો. તેને ત્વચા પર 10-15 મિનિટ રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2-3 વખત કરી શકાય છે.

દૂધની મલાઈ અને કેળા – એક પાકેલા કેળાનો અડધો ભાગ મેશ કરો. છૂંદેલા કેળામાં એક ટેબલસ્પૂન દૂધની મલાઈ ઉમેરો અને મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો, તમારી આંગળીઓથી હળવા હાથે માલિશ કરો. તેને ત્વચા પર 15-20 મિનિટ સુધી રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તમે આને અઠવાડિયામાં 2 થી 3 વાર પુનરાવર્તન કરી શકો છો.

શિયા બટર  વાપરો- 1 ચમચી શિયા બટર લો અને તેને ડબલ બોઈલરનો ઉપયોગ કરીને પીગળી લો. તાપ પરથી દૂર કરો અને તેને થોડું ઠંડુ થવા દો. તેને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો, આંગળીઓથી હળવા હાથે માલિશ કરો. તેને ત્વચા પર 20-30 મિનિટ માટે રહેવા દો અને પછી ભીના ટુવાલથી સાફ કરો. દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.

ઓટ્સ નો ઉપયોગ- ગ્રાઇન્ડર અથવા ફૂડ પ્રોસેસરમાં 2 ચમચી ઓટ્સ નાખીને ઓટ્સ પાવડર તૈયાર કરો. ઓટ્સનો પાવડર કાઢો. તેમાં એક ચમચી દહીં ઉમેરીને મિક્સ કરો.આ મિશ્રણને આખા ચહેરા તેમજ ગરદન પર લગાવો અને એક્સ્ફોલિએટ થવા માટે થોડીવાર તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. તેને ત્વચા પર અન્ય 5-8 મિનિટ માટે રહેવા દો. નવશેકા પાણીથી ધોઈ લો અને અઠવાડિયામાં બે કે ત્રણ વાર તેનો ઉપયોગ કરો.

બ્યૂટી ટિપ્સ: જો તમે પણ હોઠના કાળાશથી પરેશાન હોવ, તો અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version