Site icon

Giant waves : કુદરત સાથે ચેડા કરવા પડી શકે છે ભારે.. દરિયાના મોજાની થપાટ લાગતા એક જ ઝાટકે ઈમારત થઈ ધરાશાયી, જુઓ વીડિયો..

જ્યારે કુદરત ગુસ્સે થાય છે, ત્યારે તે દરેક વસ્તુનો નાશ કરે છે. તમે આના ઘણા ઉદાહરણો પણ જોયા હશો. પરંતુ ચિંતાની વાત એ છે કે તેમ છતાં પણ માણસ પોતાની હરકતોથી બાજ નથી આવતો અને વિકાસના નામે કુદરતની જમીનો પણ પોતાના કબજામાં લઈ રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

કુદરત સાથે ચેડા કરવાએ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. અને કુદરત દરેક વસ્તુનો હિસાબ લેશે. આપણે બધા કુદરતના નિયમો વિરિદ્ધ જઈ કામ કરી રહ્યા છીએ. અને તેના કારણે તેનું પરિણામ આપણે જ ભોગવવુ પડશે. ભલે પછી તેમા થોડો સમય લાગે. હવે જરા જુઓ આ ભયાનક વિડીયો જે સ્પેનનો હોવાનું કહેવાઈ રહ્યું છે, જે ગુઝબમ્પસ આપી રહ્યું છે.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દરિયાના ડરામણા મોજાઓ એક ઊંચી ઈમારતને ધક્કો મારતા જોવા મળે છે. આ વિડીયો સ્પેનના કેનેરી આઈલેન્ડનો છે, જ્યાં બીચ પર ઈમારતો ઉભી કરવામાં આવી છે, જેથી લોકો સમુદ્રનો સુંદર નજારો જોઈ શકે. જો કે, કુદરતને માણસનું આ કૃત્ય બિલકુલ પસંદ ન આવ્યું. તેથી દરિયામાંથી ઉછળતા ઊંચા મોજાએ એક જ ઝાટકે ઇમારતનો દેખાવ બગાડી નાખ્યો.

આ સમાચાર પણ વાંચો: The Boodles : ધ બૂડલ્સ ખાતે યોજાયો ટેનિસ સ્ટાર મેળો, નીતા અંબાણીએ રજૂ કર્યો પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ…

એક મોજાએ કર્યા બે માળ ધરાશાયી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તોફાની રીતે દરિયામાંથી મોજાઓ ઉછળી રહ્યાં છે. એક લહેર એટલી ઉંચી હતી કે બાજુની ઈમારતના બે માળ ધરાશાયી થઈ ગયા. હવે જરા વિચારો કે આ સમયે જો કોઈ ઈમારતની બાલ્કનીમાં હાજર હોય તો તેનું નસીબ શું હશે? અલબત્ત, તે પણ દરિયાના મોજામાં ક્યાંક ખોવાઈ ગયો હશે.

યુઝર્સે બિલ્ડિંગને સલામતીના નિયમોની વિરુદ્ધ જણાવ્યું
વિડિયો જોઈ રહેલા ઘણા લોકોએ તેના પર કમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, ‘આ બિલ્ડીંગ દરિયાની આટલી નજીક કેમ બનાવવામાં આવી છે? આ સલામતીના નિયમોની વિરુદ્ધ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બિલ્ડિંગ સાથે આવું થવું જોઈતું હતું.’

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version