Site icon

વોટ્સએપ બની જશે વન-સ્ટોપ ડેસ્ટિનેશન, લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ રાખવાની ઝંઝટમાંથી મોટી રાહત; જાણો કેવી રીતે

now make stickers inside whatsapp only

Whatspp પર ચેટિંગ કરવું હવે વઘારે સરળ, હવે એપની અંદર બનાવી શકાશે સ્ટીકર્સ, કંપની લાવશે આ નવું ફીચર

News Continuous Bureau | Mumbai

ભારત સરકાર દ્વારા ગયા વર્ષે શરૂ કરાયેલ MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ  ચેટબોટ દ્વારા, વપરાશકર્તાઓ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, આવકવેરા પ્રમાણપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા સરકારી દસ્તાવેજો ઍક્સેસ કરી શકશે. ટૂંક સમયમાં સરકાર આ ચેટબોટને બહાર પાડી શકે છે. આ સેવા રોલ આઉટ થયા પછી, આની મદદથી તમે વોટ્સએપ  પરથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આવકવેરા પ્રમાણપત્ર અને પાન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, કોરોના હેલ્પ ડેસ્ક ચેટબોટ MyGov કોરોના હેલ્પડેસ્કનું નામ બદલીને MyGov હેલ્પડેસ્ક કરવામાં આવ્યું છે. હાલમાં આ ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે આગામી થોડા અઠવાડિયામાં બહાર પાડી શકાય છે.  

વોટ્સએપ MyGov હેલ્પડેસ્ક ચેટબોટના ઈન્ટરફેસમાં, વપરાશકર્તા પાસે ડિજીલોકર સેવાને અનલોક કરવાનો વિકલ્પ હશે. યુઝર્સ ચેટબોટનો ડિજીલોકર વિકલ્પ પસંદ કરતાની સાથે જ તેમની પાસે આધાર અને ઓટીપીને પ્રમાણિત કરવાનો વિકલ્પ હશે. આ પછી, યુઝર્સ તેમના ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકશે. વોટ્સએપ ચેટબોટ દ્વારા યુઝરને તેમનું ડિજીલોકર સર્ટિફિકેટ એક્સેસ કરવામાં 30 સેકન્ડનો સમય લાગશે. 

રિપોર્ટ અનુસાર, હાલમાં DigiLocker નો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા 100 મિલિયન એટલે કે 10 કરોડની નજીક છે. બોર્ડ નેશનલ એકેડમી ડિપોઝિટરી દ્વારા ડિજીલોકર પર તમે તમારા 10મા અને 12મા ધોરણના તમામ પ્રકારના પ્રમાણપત્રો પણ સાચવી શકો છો અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરી શકો છો  આવનારા સમયમાં તે હેલ્થ લોકર પણ બની શકે છે. યુઝર્સ તેમના તમામ હેલ્થ ડોક્યુમેન્ટ્સ અહીં અપલોડ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો : સોસાયટીના રહેવાસીને 12 વર્ષે ન્યાય મળ્યો. લીકેજની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવું હાઉસિંગ સોસાયટીના હોદેદારોને પડ્યું ભારે, કમિશને ફટકાર્યો દંડ…

સરકારી ડેટા અનુસાર, MyGov કોરોના હેલ્પડેસ્ક ચેટબોટ ગયા વર્ષે રોલઆઉટ થયા પછી, 80 મિલિયન એટલે કે 8 કરોડ વપરાશકર્તાઓએ કોરોના રોગચાળા સાથે સંબંધિત માહિતી માટે આ સેવાનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, લગભગ 32 મિલિયન (લગભગ 3.2 કરોડ) વપરાશકર્તાઓએ તેમના કોરોના રસીકરણ સર્ટિફિકેટ પણ અહીંથી ડાઉનલોડ કર્યા છે.

નોંધનીય છે કે મોબાઈલ ફોન પર કોઈપણ એપ વડે તમારા દસ્તાવેજોને સાચવવામાં ઘણું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ડિજીલોકર એક સુરક્ષિત માધ્યમ છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version