માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસીની માન્યતાને વધારીને 31 માર્ચ 2021 સુધી વધારી દેવામાં આવી છે.
કોરોના વાયરસના સંકટને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એટલે કે રજીસ્ટ્રેશનને લગતા દસ્તાવેજ તથા ગાડીની પરમીટ, ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા સમાપ્ત થઈ ગઈ હશે તો પણ 31 માર્ચ 2021 સુધી માન્ય ગણાશે.