Site icon

જ્યાં વસે ગુજરાતી ત્યાં ગરવી ગુજરાત, ગુજરાતના આટલા હજારથી વધારે ખેડૂતો વિશ્વના 20થી વધુ દેશોમાં કરે છે ખેતી…  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

ગુજરાતમાં ઝડપભેર થઇ રહેલા વિકાસને પગલે ખેતીલાયક જમીન ઘટી ગઇ છે, જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો હવે વિદેશોમાં જમીન લઇને ખેતી કરી રહ્યા છે. રાજ્યના લગભગ ૧,૮૦૦થી ૨ હજાર ખેડૂતો વિદેશોમાં જઇને ખેતી શરૂ કરી ચૂક્યા છે. છેલ્લાં ૫ વર્ષમાં આ ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૦ આફ્રિકન દેશમાં અંદાજે ૧૦ લાખ એકર જમીન પર ગુજરાતીઓ ખેતી કરી રહ્યા છે, જેમાંથી અંદાજે ૧૭ લાખ ટન અનાજ દર વર્ષે ભારતમાં લવાય છે.

ગુજરાતીઓ આફ્રિકા ઉપરાંત ટાન્ઝાનિયા અને ઉઝ્‌બેકિસ્તાનમાં પણ ખેતી કરી રહ્યા છે, જેમાં વિવિધ ઔષધીઓ, ઋતુ પ્રમાણેનાં શાકભાજી અને હીંગની ખેતી સામેલ છે. તેઓ આવનારા સમયમાં મોટા પાયે પશુપાલનની પણ તૈયારી કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ પરાગ તજુરાએ જણાવ્યું કે ૫ વર્ષમાં ઘણા ખેડૂતો વિદેશમાં ખેતી કરતા થયા છે, જેનું મોટું કારણ નીચી પડતર છે. 

બ્યૂટી ટિપ્સ: શિયાળા માં શુષ્કતાને કારણે જો તમારા હાથ સૂકા અને ખરબચડા થઈ ગયા હોય તો અજમાવો આ ઉપાય

આફ્રિકન દેશોમાં જમીનો ઘણી સસ્તી છે. મોટા ભાગનું અનાજ ત્યાંની સરકાર જ ખરીદી લે છે. વર્ષ ૨૦૧૭માં આફ્રિકન દેશોએ ગુજરાતને કુલ ૨.૨ લાખ એકર જમીન આપવાનું નક્કી કર્યું હતું, જેથી ત્યાંની ઉજ્જડ જમીન પર ખેતી થઇ શકે છે. ગુજરાતના ખેડૂતોએ સરકારની મદદથી સોયાબીન અને શાકભાજીની ખેતીમાં ઝડપથી વૃદ્ધિ દર્શાવી. ત્યાંના અધિકારીઓએ કહ્યું કે તેમની પાસે ઘણી ખાલી જમીનો પડી છે પણ કુશળ વ્યવસ્થાના અભાવે ખેતી નહોતી કરી શકાતી. તેમને વિશ્વાસ છે કે કોરોનાકાળ બાદ ગુજરાતના ઘણા ખેડૂતો આફ્રિકાના ૫૪ દેશમાં મૂડીરોકાણ કરશે. 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version