News Continuous Bureau | Mumbai
ગુજરાતના(Gujarat) વડોદરા(Vadodara) શહેરમાં એક 24 વર્ષની યુવતી ધૂમધામથી હિંદુ પરંપરા(Hindu tradition) મુજબ લગ્ન કરવાની છે, જેમાં તેના તમામ સગા-સંબધીઓ અને મિત્રો પણ હાજર રહેવાના છે. જોકે નવાઈ વાત એ છે કે આ યુવતી લગ્ન(Marriage) તો કરવાની છે પરંતુ તે કોઈ યુવક સાથે નહીં પણ તે પોતાની જાત(Herself) સાથે જ લગ્ન કરવાની છે.
ભારતમાં આ પ્રકારના પહેલા લગ્ન યોજાઈ રહ્યા છે. જેમા 11 જૂનના સાંજના વડોદરાની વ્યવસાયે એક બ્લોગર(Blogger) કશ્મ બિંદુ લગ્ન કરવાની છે. નવવધુના વેશમાં હલદીથી લઈને મહેંદી, સંગીત સહિત તમામ રીત રિવાજ સાથે પંડિતના મંત્રોચ્ચાર સાથે તે અગ્નિના સાત ફેરા પણ લેવાની છે. તેમાં તેના સગા સંબંધી અને મિત્રો પણ હાજર રહેવાના છે. લગ્ન બાદ તે હનીમુન પર પણ એકલી ગોવા જવાની છે.
ભારતમા આ પ્રકારના પહેલા જ લગ્ન યોજાઈ રહ્યા છે, જેની ભારે ચર્ચા જાગી છે. ત્યારે આ યુવતીના કહેવા મુજબ પોતાની સાથે લગ્ન કરીને તે પોતાનું જીવન પોતાની જાતને જ સર્મપિત કરી રહી છે. તે પોતાની જાતને ખૂબ પ્રેમ કરે છે.
તેના આ લગ્નને તેના પરિવારજનો(Family) અને મિત્રો(Friends) પણ હોંશે હોંશે સહભાગી થઈ રહ્યા છે. તેના પરિવારે પણ તેના આ નિર્ણય સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. તેના કહેવા મુજબ તેને નાનપણથી લગ્નની કોઈ ઈચ્છા નહોતી. જોકે નવવધુ બનવાનું તેને નાનપણથી જ બહુ ગમતું હતું. તેથી તેણે પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
