Site icon

Hair care- હેર ફોલથી પરેશાન છો- તો બીટનો આ રીતે કરો ઉપયોગ- ખરતા વાળની સમસ્યાથી મળશે છૂટકારો 

News Continuous Bureau | Mumbai

વધતા પ્રદૂષણ અને પોષણના અભાવને કારણે લોકોના વાળ ઝડપથી ખરી રહ્યા છે. જેના કારણે લોકોને ટાલ પડવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેનાથી બચવા માટે બીટરૂટનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે માત્ર વાળના વિકાસમાં જ મદદ નથી કરતો પરંતુ ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. જો તમે ટાલિયાપણાનો શિકાર છો, તો તમે બીટના ખાસ હેર પેકનો ઉપયોગ કરી શકો છો. બીટરૂટ હેર પેકની મદદથી તમે ખરતા વાળથી છુટકારો મેળવી શકો છો. આ સાથે તમારા વાળ પણ મજબૂત થાય છે, તો ચાલો જાણીએ કે બીટરૂટ હેર માસ્ક કેવી રીતે બનાવવો-

Join Our WhatsApp Community

બીટરૂટ હેર પેક બનાવવા માટેની સામગ્રી –  

બીટનો જ્યુસ અડધો કપ

આદુનો જ્યુસ બે ચમચી

ઓલિવ ઓઇલ 2 ચમચી

બીટરૂટ હેર પેક કેવી રીતે બનાવશો? (બીટરૂટ હેર માસ્ક કેવી રીતે બનાવવો)

બીટ હેર પેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં અડધો કપ બીટનો જ્યૂસ ઉમેરો. ત્યારબાદ તેમાં બે મોટી ચમચી આદુનો જ્યૂસ નાખો. ચમચી વડે હલાવ્યા બાદ તેમાં તાત્કાલિક બે ચમચી  ઓલિવ ઓઈલ મિક્સ કરો. હવે ફરી એકવાર તેને હલાવો એટલે મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય. લો તૈયાર થઇ છે તમારો બીટનો હેર પેક. 

આ સમાચાર પણ વાંચો : 

બીટરૂટ હેર માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો

તમારા વાળ અને સ્કેલ્પ પર બીટરૂટ હેર પેક સારી રીતે લગાવો.પછી હળવા હાથથી મસાજ કરો.

આ પછી, આ પેકને તમારા વાળમાં લગભગ 20 મિનિટ સુધી રાખો. આ દરમિયાન તમે તમારા ઘરના રોજિંદા કામ અથવા મ્યૂઝિક વગેરે સાંભળી શકો છો. જેવી વીસ મિનિટ પૂરી થઈ જાય તમે નોર્મલ પાણી વડે તમારા વાળને ધોઇ લો.પછી તમારા વાળને નોર્મલ પાણીથી ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે, આ હોમ મેડ હેર પેકને અઠવાડિયામાં બે વાર લગાવો. તેનાથી તમારું ટાળિયાપણું અને હેર ફોલ બંનેની સમસ્યામાંથી છુટકારો મળી જશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. કૃપા કરીને અહીં આપેલી માહિતીનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.)

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 33 રને હરાવ્યું -પાકની જીત બાદ દિલચસ્પ થઈ સેમી ફાઈનલની જંગ- પોઈન્ટ ટેબલમાં થયો આ મોટો ફેરફાર

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version