Site icon

ઉપવાસના ફૂડ પૅકેટ પર ઉર્દુ ભાષાનો ઉપયોગ. કંપની સામે નાગરિકો રોષમાઃ સોશિયલ મિડિયામાં બોયકોટની ધમકી… જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મીઠાઈ, સ્નેક્સ અને નમકીન જેવી ખાદ્ય પદાર્થ વેચનારી જાણીતી કંપનીને તાજેતરમાં ગ્રાહકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. આ કંપનીએ ઉપવાસના ખાદ્ય પેકેટ પર ઉર્દુ ભાષામાં વર્ણન કરતું લખાણ લખ્યું છે, તેનાથી સોશિયલ મીડિયા પર કંપની પર લોકો તૂટી પડ્યા  હતા. સોશિયલ મીડિયા પર લોકોએ કંપની વિરુદ્ધ ટ્રેન્ડ ચાલુ કરી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : કર્ણાટકમાં હિજાબ બાદ હવે મસ્જિદના ભુંગળાને લઈને કર્ણાટક સરકારે લીધો આ નિર્ણય.. જાણો વિગતે

સોશિયલ મીડિયા પર હલ્દીરામ કંપનીના એક પેકેટનો ફોટો વાયરલ થયો છે. ઉપવાસના પદાર્થ પર ઉર્દુ ભાષામાં લખવામાં આવ્યું હોવાનું ફોટો પરથી દેખાય છે. આ પેકેટ પર હિન્દી અને ઈંગ્લિશને બદલે ઉર્દુમાં લખાણ હોવાથી લોકો કંપની પર તૂટી પડ્યા છે.

ઉપવાસના આ ખાદ્ય પદાર્થમાં એવા તો કયા પદાર્થ મિક્સ કરવામાં આવે છે કે ગ્રાહકો જાણી ના શકે એવા સવાલ પણ સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે. એટલું જ નહીં પણ કંપનીને બોયકોટ કરવાની માગણી પણ સોશિયલ મીડિયા પર લોકો કરવા માંડ્યા છે. તેમ જ કંપનીને માફી માગવાનું પણ કહેવામાં આવ્યું છે.

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version