Site icon

સ્વાસ્થ્ય જાણકારી- બદલાતી સીઝન માં તમાલપત્રનો ઉકાળો રાખશે તમને રોગોથી દૂર-જાણો તેને ઉપયોગમાં લેવાની રીત વિશે

News Continuous Bureau | Mumbai

તમાલપત્ર નો  ઉપયોગ આપણા બધાના ઘરે રસોઈમાં થાય છે. નાના દેખાતા આ પાન સ્વાસ્થ્યની સાથે સ્વાદમાં પણ ફાયદાકારક છે. તેમાં તમામ ઔષધીય ગુણો છે. તમાલપત્ર (bay leaf)ની  મદદથી, તમે ઘણા રોગોથી છુટકારો મેળવી શકો છો.તમાલપત્રમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જે કેન્સર, લોહી ગંઠાઈ જવા અને હૃદય સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. તમાલપત્રનો ઉકાળો(bay leaf kadha) અન્ય ઘણા રોગોમાં ખૂબ ફાયદાકારક છે.આજે અમે તમને આ લેખમાં તમાલપત્રના ઉકાળાના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે આ બદલાતી સિઝનમાં તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો.

Join Our WhatsApp Community

ઉકાળો બનાવવાની રીત 

ઉકાળો બનાવવા માટે 10 ગ્રામ તમાલપત્ર,(bay leaf) 10 ગ્રામ અજમો અને 5 ગ્રામ વરિયાળીને(variyali) એકસાથે પીસી લો. હવે આ મિશ્રણને 1 લીટર પાણીમાં નાખીને સારી રીતે ઉકાળો. ઉકળતા પાણી પછી 100-150 મિલી રહી જાય તો ગેસ બંધ કરી દો. તૈયાર કરેલો ઉકાળો ઠંડુ થાય એટલે પીવો.

ઉકાળો પીવાના ફાયદા 

1. શરદીના(cold) કારણે શરીરના દુખાવાની સ્થિતિમાં તમાલપત્રનો ઉકાળો પીવાથી આરામ મળશે.

2. આ ઉકાળો શરદી, ફલૂ (flu)અને ચેપના લક્ષણો સામે લડવામાં પણ અસરકારક છે.

3. માથાનો દુખાવો (headache)થવા પર તમાલપત્રનો ઉકાળો પીવાથી તમને દુખાવામાં રાહત મળે છે.

4. ઈજા કે મચકોડ પર તમાલપત્ર નો ઉકાળો (bay leaf kadha)પીવો. આનાથી મચકોડના કારણે થતા સોજા અને દુખાવામાં રાહત મળશે.

5. જો તમને તમારી પીઠમાં દુખાવો થાય છે, તો તમારે દિવસમાં ઓછામાં ઓછા બે વાર(two times) આ ઉકાળો પીવો જોઈએ. તેમજ તમાલપત્રના તેલથી(bay leaf oil) કમર પર માલિશ કરો. આનાથી તમને ઘણો ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- વજન ઘટાડવા માટે કારગર છે અંકુરિત ઘઉંના છોડનું ઘાસ એટલે કે ઘઉં ના જવારા- જાણો તેનાથી થતા અન્ય ફાયદા વિશે
 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version