Site icon

સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં કરો બેલ ના શરબત નું સેવન, હિટ સ્ટિક ની સાથે સાથે આ બીમારીઓ પણ રહેશે દૂર

News Continuous Bureau | Mumbai

ઉનાળો ચરમસીમા પર છે, તેથી તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉનાળામાં તાજગીભર્યા રહેવા માટે, તમે બેલ ના શરબત (wood apple sharbat) નું સેવન કરી શકો છો. બેલ  એ ઉનાળાનું મોસમી ફળ છે. બેલનું શરબત પીવાથી શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી (health benefits) બચાવી શકાય છે. બેલ નું શરબત દરરોજ પીવાથી શરીરને હીટ સ્ટ્રોકથી(heat stroke) બચાવી શકાય છે. એટલું જ નહીં, તેમાં જોવા મળતા ગુણો લૂઝ મોશનની (diaheria)સમસ્યાથી પણ બચાવવામાં મદદ કરી શકે છે. પાણીની ઉણપને દૂર કરવા અને શરીરને સ્વસ્થ રાખવા માટે તમે બેલ ના શરબત નું સેવન કરી શકો છો.બેલ માં ટેનીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વોની હાજરી ઉપરાંત, તેમાં એન્ટી-ફંગલ, એન્ટી-પેરાસાઇટ ગુણો પણ છે, જે શરીરને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

Join Our WhatsApp Community

1. ડિહાઇડ્રેશન-

ઉનાળાની ઋતુમાં બેલ નું શરબત (wood apple sharbat) પીવાથી ડિહાઇડ્રેશન (dehydration)ની સમસ્યાથી બચી શકાય છે. બેલ માં જોવા મળતા પોષક તત્વો ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોક સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.

2. હાઈ બ્લડ પ્રેશર-

બેલ ના શરબત નું  સેવન હાઈ બ્લડ પ્રેશર (high blood pressure)અને કોલેસ્ટ્રોલના (cholesterol) સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે તેમાં લિપિડ પ્રોફાઈલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે.

3. ડાયાબિટીસ-

ડાયાબિટીસ (diabetes)એવી સમસ્યા છે જેને જીવનશૈલી અને ખાનપાનમાં ફેરફાર કરીને નિયંત્રિત કરી શકાય છે. બેલ ના શરબતના (wood apple sharbat) સેવનથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. કારણ કે બેલ માં લેક્સેટિવ  હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ડીહાઇડ્રેશન થી લઇ ને ત્વચા સુધી, ઉનાળાની ઋતુમાં લીચી ખાવાના છે ઘણા ફાયદા; જાણો તેના સ્વાસ્થ્ય લાભ વિશે

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version