Site icon

સ્વાસ્થ્ય જાણકારી: શિયાળામાં તમારા રોજિંદા આહાર માં કાળા તલ ને કરો સામેલ, મળશે આ અદભુત ફાયદા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર 

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આપણે અસંખ્ય નુસ્ખા અપનાવતા રહીએ છીએ. અગ્નિ પ્રગટાવવાથી લઈને ચા, સૂકા ફળો અને પૌષ્ટિક ખોરાક સુધી, હૂંફ આપે તેવી દરેક વસ્તુ આપણી રોજિંદી જરૂરિયાતોમાંની એક છે. ઘણા આહાર નિષ્ણાતો પણ શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની ભલામણ કરે છે.વાસ્તવમાં કાળા તલ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણોથી ભરપૂર હોય છે. જેના કારણે ઠંડીમાં કાળા તલનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો આવો આજે અમે તમને કાળા તલના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

નબળાઈ દૂર કરશે:

કેટલાક લોકો પોષક તત્વોની અછતને કારણે ખૂબ જ ઝડપથી નબળાઈ અને થાક અનુભવવા લાગે છે. આવી સ્થિતિમાં કાળા તલનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની માત્રા પૂરી થઈ શકે છે અને તમે ચોક્કસપણે પહેલા કરતા વધુ ઉર્જાવાન બની શકો છો.

હાડકાને મજબૂત કરવા માટે: 

કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં, તમે તમારા આહારમાં કાળા તલનો સમાવેશ કરીને ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

પાઈલ્સ ની સમસ્યા: 

કાળા તલ પાઈલ્સ જેવી બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ છે. આ માટે તમે દરરોજ ઠંડા પાણી સાથે કાળા તલનું સેવન કરવાથી પાઈલ્સથી છુટકારો મેળવી શકો છો.

દાંતને મજબૂત બનાવે છે:

રોજ સવારે કાળા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે. આટલું જ નહીં કાળા તલ ખાવાથી દાંત અને મોં સંબંધિત અન્ય સમસ્યાઓ પણ દૂર થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટે: 

શિયાળાની ઋતુમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓનો ખતરો વધી જાય છે. બીજી તરફ શરીરને ગરમી આપવા ઉપરાંત કાળા તલ શરીરમાં રક્ત પરિભ્રમણને પણ યોગ્ય રાખે છે. જેના કારણે હ્રદય સંબંધિત બીમારીઓનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે.

રક્ત પરિભ્રમણને સામાન્ય બનાવે છે:

દરરોજ કાળા તલ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર રહે છે. બીજી તરફ કાળા તલના તેલથી માલિશ કરવાથી પણ ત્વચામાં ચમક આવે છે.

તણાવમાં રાહત આપે છે:

કાળા તલમાં રહેલા વિપુલ પ્રમાણમાં પોષક તત્ત્વો તણાવ ઘટાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. બીજી તરફ, દરરોજ કાળા તલ ખાવાથી માનસિક સમસ્યાઓ ને  પણ ગુડબાય કહી શકાય છે.

સ્વાસ્થ્ય જાણકારી: ડાયાબિટીસ થી લઇ ને વજન ઘટાડવા સુધી અંજીર સ્વાસ્થ્ય ગુણો થી ભરપૂર; જાણો તેને રોજ ખાવાના ફાયદા વિશે

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version