Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: ડિપ્રેશન થી લઇ ને હૃદય સુધી જાણો કેપ્સીકમ ખાવાના અદ્ભુત ફાયદા વિશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ 28 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

કેપ્સિકમ એક એવી શાકભાજી છે જેનો ઉપયોગ વિવિધ વાનગીઓમાં સ્વાદ અને સુશોભન માટે થાય છે. કેટલીક વાનગીઓમાં તેનો ઉપયોગ રાંધી ને કરવામાં આવે છે અને કેટલીક વાનગીઓમાં તેનો કાચો ઉપયોગ થાય છે. કેપ્સિકમની ઘણી જાતો છે , જેમાં લીલું કેપ્સીકમ, લાલ કેપ્સીકમ અને પીળા કેપ્સીકમનો સમાવેશ થાય છે.કેપ્સિકમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સિકમનો ઉદ્ભવ દક્ષિણ મધ્ય અમેરિકામાં થયો હતો પરંતુ હવે સમગ્ર વિશ્વમાં કેપ્સિકમની ખેતી થાય છે. કેપ્સિકમમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, ફાઈબર, કેરોટીનોઈડ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેપ્સિકમમાં કેલરી નહિવત હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

હતાશા: કેપ્સિકમ ડિપ્રેશનમાં ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, આજની ભાગદોડ ભરેલી લાઈફમાં લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે, પરંતુ હેલ્ધી ડાયટ અને લાઈફસ્ટાઈલ ફોલો કરીને આ સમસ્યાથી બચી શકાય છે. કેપ્સિકમમાં મેગ્નેશિયમ અને વિટામિન B6 સારી માત્રામાં જોવા મળે છે, જે ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરી શકે છે.

એનિમિયા: કેપ્સિકમ લોહીની ઉણપ કે એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ છે. લાલ કેપ્સીકમ આયર્ન અને વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેને ખાવાથી આયર્નની ઉણપને દૂર કરી શકાય છે.

સ્થૂળતા : કેપ્સીકમના સેવનથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. કેપ્સિકમમાં થર્મોજેનેસિસ જોવા મળે છે જે આપણા શરીરમાં ખૂબ જ ઝડપથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ: રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કેપ્સીકમનું સેવન કરો. કેપ્સિકમ વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકે છે.

પીડા: કેપ્સિકમ શરીરના દુખાવાને દૂર કરવામાં મદદરૂપ છે. કેપ્સિકમમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે પેઈનકિલરની જેમ કામ કરે છે. કેપ્સિકમને ડાયટમાં સામેલ કરીને શરીરનો દુખાવો ઓછો કરી શકાય છે.

હૃદય: કેપ્સીકમના સેવનથી આંખો અને હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. કેપ્સિકમમાં એન્ટી-ઓક્સીડેન્ટ અને કેરોટીનોઈડ સારી માત્રામાં જોવા મળે છે, જે આંખો અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય જાણકારી: જાણો શિયાળામાં દહીં ખાવાના ફાયદા વિશે

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version