Site icon

સ્વાસ્થ્ય જાણકારી: પાચન થી લઈને માથાનો દુખાવો દૂર કરવા સુધી, ફુદીનો આપે છે ઘણી સમસ્યાઓ થી રાહત; જાણો તેનાથી થતા લાભ વિશે

News Continuous Bureau | Mumbai

ફુદીનો વર્ષોથી આયુર્વેદિક જડીબુટ્ટીઓનો એક ભાગ છે. તેમાં નોંધપાત્ર ઔષધીય ગુણો છે અને તે પોલિફીનોલ્સનો સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં કાર્મિનેટીવ અને એન્ટિસ્પેસ્મોડિક ગુણધર્મો છે. ચાલો જાણીએ ફુદીનાના પાનથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.

Join Our WhatsApp Community

1. પાચનમાં મદદ કરે છે

ફુદીનો એન્ટીઓક્સીડેન્ટ્સ, મેન્થોલ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર હોય છે. તેમાં એન્ઝાઇમ હોય છે જે ખોરાકના પાચનમાં મદદ કરે છે. ફુદીનામાં આવશ્યક એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક અસરો હોય છે જે પેટની ખેંચાણને શાંત કરે છે અને એસિડિટી અને પેટનું ફૂલવું જેવી પેટ ની સમસ્યા ને ઘટાડવામાં મદદ કરે છે.

2. અસ્થમા માટે અસરકારક

ફુદીનાનું નિયમિત સેવન કરવાથી છાતીની જકડન ઓછી થઇ જાય છે. ફૂદિના માં રહેલું મેન્થોલ એક ડિકોન્ગેસ્ટન્ટ તરીકે કામ કરે છે, તે ફેફસાંમાં સંચિત લાળને ઢીલું કરવામાં મદદ કરે છે અને નાકમાં સોજાવાળી પટલને સંકોચાય છે જેથી તમે સરળતાથી શ્વાસ લઈ શકો. ફુદીનાનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખો કે તમે તેનું વધુ સેવન ન કરો.

3. માથાનો દુખાવો મટાડે છે

ફુદીના માં  મેન્થોલ આવેલું  છે જે સ્નાયુઓને આરામ કરવામાં અને પીડા ઘટાડવામાં મદદ કરી શકે છે. ફૂદીનાનો રસ માથા અને કપાળ પર લગાવવાથી માથાના દુખાવામાં આરામ મળે છે. તેમજ ફુદીના નો બેઝ  અથવા ફુદીનાના તેલનો મલમ માથાના દુખાવામાં અસરકારક છે.

4. સામાન્ય શરદીની સારવાર કરે છે

જો તમે શરદીથી ઝઝૂમી રહ્યા છો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો તેના માટે ફુદીનો શ્રેષ્ઠ ઉપાય છે. મોટાભાગના વેપર રબ્સ અને ઇન્હેલરમાં ફુદીનો હોય છે. ફુદીનો કુદરતી રીતે નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંની ભીડને સાફ કરે છે. શ્વસન માર્ગ ઉપરાંત, ફુદીનો જૂની ઉધરસને કારણે થતી બળતરાને પણ ઘટાડે છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: અસહ્ય ગરમી માં અમૃત નું કામ કરશે શેરડીનો રસ, મળશે અનેક ફાયદા; જાણો વિગત

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version