5Gની ચર્ચા દેશમાં ચાલી રહી છે અને તે ક્યારે લોન્ચ થશે તેને લઈને અનેક અટકળો વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 75માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતમાં 5જી લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.
એટલે કે, 5જી ભારતમાં 15 ઓગસ્ટ 2022 ના રોજ આવી શકે છે.
કહેવામાં આવી રહ્યું છે વડાપ્રધાન 15 ઓગસ્ટ 2022 ના રોજ સત્તાવાર રીતે તેને લોન્ચ કરી શકે છે.
સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે એરિક્સન, નોકિયા, સેમસંગ અને ક્યુઅલકોમ જેવી ઘણી મોટી કંપનીઓ ભારતમાં 5 જી હાર્ડવેર પર કામ કરી રહી છે.
