Site icon

શું તમે જાણો છો કે કેમ ઉજવાય છે હિન્દી દિવસ- ક્યાંથી આવ્યો શબ્દ- જાણો અનોખો ઈતિહાસ

 News Continuous Bureau | Mumbai

૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસ(Hindi Day) ઉજવવામાં આવે છે. હિન્દીએ રાષ્ટ્રીય ભાષા(National language) છે. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૪૯ના રોજ ભારતમાં હિન્દીને સત્તાવાર ભાષા(official language) તરીકે સ્વીકારવામાં આવી હતી. ભારતીય બંધારણની કલમ ૩૪૩(૧)માં(Article 343 of the Constitution of India) હિન્દી ભાષાનો ઉલ્લેખ છે. 

Join Our WhatsApp Community

'હિન્દી' શબ્દ સાથે જાેડાયેલી એક રસપ્રદ વાત એ છે કે આ શબ્દ ફારસી ભાષાનો(Persian language) છે. હિન્દીનો થાય છે- 'સિંધુ નદીની ભૂમિ(Land of the Indus River)'. હિન્દી વિશ્વમાં ચોથી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતની ૭૭ ટકા વસ્તી હિન્દી બોલે છે અને સમજે છે. દરેક પ્રદેશને વર્ધાની વિનંતી પર દરેક પ્રદેશમાં તેનો પ્રચાર કરવા માટે, ૧૯૫૩ થી, ૧૪ સપ્ટેમ્બર દર વર્ષે સમગ્ર ભારતમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ સિવાય ૧૪ સપ્ટેમ્બરે રાજેન્દ્ર સિંહની જન્મજયંતિ(Rajendra Singh's birth anniversary) પણ છે. તેઓ હિન્દી અને સંસ્કૃતના વિદ્વાન હતા. 

આ સમાચાર પણ વાંચો :  ચિત્તાઓની વચ્ચે જન્મદિવસ ઉજવશે PM મોદી- ચિત્તાને લાવવા નામીબિયા પહોંચ્યું આ ખાસ વિમાન – ભારતે કર્યો છે આવો શણગાર – જુઓ ફોટો

હિન્દીને ભારતની અધિકૃત ભાષા બનાવવામાં તેમની ભૂમિકા હતી. ભારતમાં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં ૧૦ જાન્યુઆરીએ 'વિશ્વ હિન્દી દિવસ'ની ઉજવણી કરાય છે. જેને હિન્દી ભાષાના કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસ કરી હોય તો તેવા લોકોને આ દિવસે રાષ્ટ્રપતિ સન્માનિત કરે છે. 
૧૪થી ૨૧ સપ્ટેમ્બર સુધીનું આખું અઠવાડ્યું સમગ્ર દેશમાં રાજભાષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ દરમિયાન તમામ શાળા અને કોલેજાેમાં નિબંધ, વક્તવ્ય, ચર્ચા જેવી સ્પર્ધાઓનું આયોજન કરાય છે. આજે હિન્દી ભાષાને તમામ સોશિયલ મીડિયા વેબસાઇટ્‌સ અને ઇન્ટરનેટ(Social Media Websites and the Internet) પર હિન્દી ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દી દિવસ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ આ બંને દિવસને લઈને લોકોમાં મૂંઝવણ રહે છે. વિશ્વ હિન્દી દિવસ ૧૦ જાન્યુઆરીએ અને રાષ્ટ્રીય હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હિન્દીને ભારતમાં જ સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો જેથી ૧૪ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ મનાવાય છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version