Site icon

ગોડસે દેશભક્ત હતાં..  એમનો પક્ષ રજૂ કરવા હિંદુ મહાસભાએ લાયબ્રેરી ખોલી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

11 જાન્યુઆરી 2021 

નથ્થુરામ ગોડસે દેશદ્રોહી ના હતાં પરંતું એમના વિચારો ગાંધીજી થી જુદા હતાં. એવું ઘણાં લોકો માને છે. રવિવારે વિશ્વ હિન્દી દિવસના અવસરે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસે પર અખિલ ભારતીય હિન્દૂ મહાસભાએ એક લાયબ્રેરી શરૂ કરી છે. આ પ્રથમ લાયબ્રેરી ગ્વાલિયરમાં ખોલવામાં આવી છે. આ જ્ઞાનશાળામા ગોડસેનું જીવન, વિચારો અને તેમના ભાષણ અને લેખ સંબંધિત સાહિત્ય રાખવામાં આવ્યું છે. 

 

મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે કહ્યું કે,  “પુસ્તકાયલને ખોલવાનો હેતુ દુનિયાને એ બતાવવાનો છે કે, ગોડસે એક સાચા રાષ્ટ્રવાદી હતા. તેઓ અવિભાજિત ભારત માટે લડ્યા અને મૃત્યુ પામ્યા. પુસ્તકાલયનો ઉદ્દેશ્ય તેમના સાચા રાષ્ટ્રવાદીને સ્થાપિત કરવાનો છે. ” 

ભારદ્વાજે સાફ શબ્દોમાં કહ્યું કે, ‘ભારત વિભાજનનો હેતુ જવાહરલાલ નેહરૂ અને મોહમ્મદ અલી જિન્નાની મહત્વાકાક્ષાઓને પુરી કરવા માટેનો જ હતો. બંને એક એક રાષ્ટ્ર પર પોતાની સત્તા મેળવવા માંગતા હતા, જ્યારે ગોડસેએ હંમેશા તેનો વિરોધ કર્યો હતો.' 

ભારદ્વાજે કહ્યું, ‘દેશના વિભાજનને કોંગ્રેસે સ્વીકારયું. જેની એક ભૂલને કારણે જન્મેલુ પાકિસ્તાન આજે ભારતને કનડી રહ્યું છે. આમ ગોડસેની એક જ બાજુ જનતા સમક્ષ રજુ કરવામાં આવી છે. જેને અખિલ હિંદુ મહાસભા સુધારવા માંગે છે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version