Site icon

 રાહતના સમાચાર: બીજી લહેર કરતાં હળવા લક્ષણો છે, હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માત્ર આટલા દિવસમાં રિકવર થઈ રહ્યા છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર.

બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ફેફસાંમાં સંક્રમણ ફેલાતા મોટા ભાગના દર્દીઓ ગંભીર સ્થિતિમાં મુકાતા ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવાની જરૂર પડી હતી, જેને કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીથી ઊભરાતા બેડ પણ મળતા ન હતા. જોકે મોટા ભાગના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા હોવાથી ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં વહેલી રિકવરી થઈ રહી છે. ડેલ્ટા કરતાં ઓમિક્રોન વેરિઅન્ટમાં હળવાં લક્ષણો હોવાથી મોટા ભાગના દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી અને હોમ આઇસોલેશનમાં રહીને ૭ દિવસમાં રિકવર થઈ રહ્યા છે.

શું મુંબઈમાં બેફામ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે કલીનઅપ માર્શલ્સો? માસ્ક વગરના સામેની કાર્યવાહી પ્રશાસનની આંખમાં ધૂળ ઝોકનારી? જાણો વિગત

આ વખતે પણ લોકોની સાથે દર્દીના સીધા સંપર્કમાં આવતા ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ અને તેમના પરિજનો પણ સંક્રમિત થયા છે. જેમાં એવા લોકો પણ છે કે, જેમને કોરોનાનો ચેપ બીજી વાર લાગ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ વેરિઅન્ટથી સંક્રમિત થયા બાદ મોટે ભાગે એકથી બે દિવસ તાવ, ગળાનું ઇન્ફેક્શન, માથાનો દુખાવો અને શરદી જેવા લક્ષણો જણાય છે. ત્યાર બાદ કોઈ ગંભીર તકલીફ જણાતી નથી, તેમ છતાં ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું અને માસ્ક પહેરવાની સાથે સામાન્ય લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરની સલાહથી રિપોર્ટ કરાવવો જોઇએ, કારણ કે આ વેરિએન્ટ જેટલો ઝડપથી ફેલાય છે તેટલો ઝડપથી શરીરમાં બહાર નીકળી જતો હોવાથી વ્યક્તિ પોઝિટિવ થયાના ૪થી ૭ દિવસમાં સ્વસ્થ થાય છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version