Site icon

બ્યૂટી ટિપ્સ: નાકની આસપાસ જમા થતા તેલ ને દૂર કરવા માટે અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાયો ;જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર 

દરેક વ્યક્તિની ત્વચા અલગ-અલગ હોય છે. કેટલાક  ની તેલયુક્ત, કેટલાક ની શુષ્ક અને કેટલાક ની  સામાન્ય. પરંતુ તૈલી ત્વચાની સમસ્યા દર 10માંથી 2 લોકોને થાય છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તેઓ વિવિધ ઉપાયો પણ કરે છે. કેટલાક સ્કિન ડોક્ટરની સલાહ લે છે અને કેટલાક આયુર્વેદની, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ત્વચાની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર છે.વાસ્તવમાં સમસ્યા તૈલી ત્વચાની નથી પરંતુ નાકની આસપાસની ત્વચામાં એકઠું થતું તેલ છે, જેના કારણે ત્વચા પર ધૂળ અને ગંદકી ચોંટવા લાગે છે. જે તમારી ત્વચાને બગાડે છે અને તમારો ચહેરો વધુ તૈલી બનાવે છે. તો આવો અમે તમને તૈલી ત્વચાથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલું ઉપાય જણાવીએ.

1. દહીં

દહીંમાં એવા ગુણ હોય છે જેના દ્વારા તે તમારી ત્વચામાંથી તેલ સાફ કરે છે. એક ચમચી દહીંમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને તમારા ચહેરા પર ખાસ કરીને નાકની આસપાસ લગાવો અને 15 થી 20 મિનિટ સુધી આ રીતે રહેવા દો. પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તમારી ત્વચા પહેલા કરતા વધુ ચમકદાર અને સ્વસ્થ બની જશે.

2. ચંદન

ચંદનનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે. તમે તમારા ઘરે બનાવેલા ચંદનનો ઉપયોગ ત્વચા સંભાળ તરીકે પણ કરી શકો છો. એક ચમચી ચંદન પાવડરમાં દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને ફેસ પેક તરીકે તમારા ચહેરા પર લગાવો. તેને 20 થી 25 મિનિટ માટે રહેવા દો. જ્યારે તે સારી રીતે સુકાઈ જાય પછી તેને પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચામાં ચમક આવશે અને તમારી ત્વચા મુલાયમ  બની જશે.

3. મધ

મધ એક કુદરતી એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તત્વ છે, તમે તેને તમારા ચહેરા પર દરરોજ સરળતાથી લગાવી શકો છો. મધ આપણા ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે. નાકની આસપાસ મધ લગાવો અને હળવા હાથે માલિશ કરો. તે નાકની આસપાસના વિસ્તારોમાં તેલ જમા નહિ થવા દે. 

4. લીંબુ

લીંબુ આપણી ત્વચામાંથી વધારાનું તેલ દૂર કરવામાં મદદરૂપ છે. એક બાઉલમાં લીંબુનો રસ કાઢીને રૂની મદદથી ચહેરા અને નાકની આજુ બાજુની જગ્યાઓ પર લગાવો અને થોડી વાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા ને ચમકદાર બનવવામાં પણ મહત્વ નો ભાગ ભજવે છે શાકભાજી ; જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version