Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: જો તમે સફેદ વાળને કાળા કરવા માંગો છો, તો કરો આ કુદરતી હેર ડાઈનો ઉપયોગ; જાણો તેને તૈયાર કરવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 02 માર્ચ 2022           

Join Our WhatsApp Channel

બુધવાર 

બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોની અસર આપણા વાળ પર પણ જોવા મળે છે. વધતો જતો સ્ટ્રેસ, ખરાબ ખાવાની આદતો અને વધતું પ્રદૂષણ આપણા કાળા વાળને ઉંમર પહેલા જ સફેદ કરી રહ્યા છે. વાળ અકાળે સફેદ થવાથી લોકોને પરેશાની થાય છે. સફેદ વાળ  ના કારણે લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાય છે.એકવાર વાળ સફેદ થઈ જાય પછી, લોકો તેને ઢાંકવા માટે સતત રંગનો ઉપયોગ કરે છે. કેમિકલ બેઝ હેર કલર વાળ પર ઘણી આડઅસર કરે છે. આ રંગો વાળને થોડા દિવસો માટે કાળા કરે છે અને બાકીના વાળ પણ સફેદ કરે છે. એકવાર તમે આ કેમિકલ બેઝ કલર્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો, પછી આ પ્રક્રિયા અટકતી નથી. વાળને દર 15 દિવસે કલર કરવા પડે છે.જો તમે પણ તમારા વાળને કેમિકલ હેર ડાઈથી કલર કરીને કંટાળી ગયા હોવ તો કુદરતી રીતે તમારા વાળને કાળા કરો. વાળને કાળા કરવા માટે કુદરતી હેર ડાઈનો ઉપયોગ કરવાથી વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સાથે જ વાળ સફેદ થવાનું જોખમ પણ ઘટશે.

તમે આમળા અને શિકાકાઈનો ઉપયોગ કરીને ઘરે કુદરતી હેર ડાઈ તૈયાર કરી શકો છો. આ હેર ડાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે. આનો ઉપયોગ કરવાથી વાળને કુદરતી રંગ મળવા લાગશે અને ધીમે ધીમે તે ફરી કાળા થવા લાગશે. આ હેર ડાઈ 50 વર્ષ સુધીના લોકો માટે ખૂબ જ અસરકારક છે.આમળા વાળને કાળા કરવા અને વાળને પોષણ આપવા માટે ખૂબ જ અસરકારક છે. વિટામિન E અને વિટામિન C થી ભરપૂર આમળામાં ફાયટો ન્યુટ્રિઅન્ટ્સ અને વિવિધ પ્રકારના મિનરલ્સ હોય છે જે વાળના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આમળા વાળમાં મેલાનિનનું પ્રમાણ વધારે છે અને વાળનો રંગ વધુ કાળો કરે છે. ચાલો જાણીએ કે વાળને કાળા કરવા માટે આ કુદરતી હેર ડાઈ ઘરે કેવી રીતે તૈયાર કરી શકાય.

આ કુદરતી ડાઈ બનાવવા માટે લોખંડની કડાઈમાં એક કપ પાણી લો અને તેને ગેસ પર ઉકાળો.ત્યારબાદ આ પાણીમાં મુઠ્ઠીભર સૂકા આમળા  ઉમેરો અને એક વાટકી શિકાકાઈ પાવડર પણ ઉમેરો.5-10 મિનીટ ગેસ પર બધું ચઢવા દો, ત્યારબાદ ગેસ બંધ કરી દો.રાંધ્યા પછી, આ પાણી કાળું અને થોડું ઘટ્ટ થઈ જાય છે. આ પાણીને ઠંડુ થવા દો અને મેંદીના બ્રશની મદદથી વાળમાં લગાવો.

બ્યૂટી ટિપ્સ: કોમ્પેક્ટ અને લૂઝ પાવડર ને એક સમજવાની ભૂલ ન કરો, જાણો બંને વચ્ચેનો તફાવત અને તેના ઉપયોગની પદ્ધતિ વિશે

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version