ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ મે ૨૦૨૧
શુક્રવાર
મનુષ્ય પ્રજાતિ હાલ કોરોના વાયરસથી પરેશાન. પરંતુ હા, પૃથ્વી ઉપર એક વધુ પ્રજાતિ એવા વાયરસનો શિકાર બની છે કે તે પોતાની જ પ્રજાતિને ખાઈ રહી છે. મધમાખીઓમાં ડીફોર્મ્ડ વિગ વાયરસ ફેલાયો છે, આને ટ્રોજન વાયરસ પણ કહેવામાં આવે છે. તાજેતરમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મધમાખીઓમાંના વાયરસ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે મધમાખીઓની અને કૉલોનીઓ સમાપ્ત થઈ ગઈ છે.
મધમાખીને આ વાયરસ પડતાંની સાથે જ પહેલાં તેની પાંખો ખરી જાય છે. ત્યારબાદ તેઓ સુસ્ત બની જાય છે અને પોતાનાં જ ઈંડાં અને બચ્ચાંને ખાવા માંડે છે.
હવે ઍન્ટીબૉડી કૉક્ટેલ દવા મારફતે થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માગી મજૂરી
મધમાખીના આવા વર્તનને કારણે પ્રકૃતિવિદ્ ચિંતામાં પડ્યા છે.
