Site icon

આ રીતે ચંદ્રના કારણે પૃથ્વી પર ઉદ્ભવે છે શક્તિશાળી દરિયાઈ મોજા, નિષ્ણાતે શેર કર્યો એનિમેટેડ વીડિયો

How does the Moon affect the tides on Earth

આ રીતે ચંદ્રના કારણે પૃથ્વી પર ઉદ્ભવે છે શક્તિશાળી દરિયાઈ મોજા, નિષ્ણાતે શેર કર્યો એનિમેટેડ વીડિયો

News Continuous Bureau | Mumbai

દરિયામાં આવતા આ મોજાઓની તીવ્રતાને હાઇ ટાઇડ અથવા લો ટાઇડ કહેવામાં આવે છે. સમુદ્રમાં મોટાભાગની ઊંચી અને નીચી ભરતી ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે આવે છે. આ અંગે AI નિષ્ણાત, લેખક અને સંશોધક પાસ્કલ બોર્નેટે એક વીડિયો શેર કર્યો, જેથી લોકો ચંદ્રના ગુરુત્વાકર્ષણની અસરને સરળતાથી સમજી શકે.

Join Our WhatsApp Community

એનિમેટેડ વિડિયો વડે અસર સમજાવી

પાસ્કલે તાજેતરમાં ટ્વિટર પર આ એનિમેટેડ વિડિયો શેર કર્યો છે, જેમાં ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે, તેની સાથે મહાસાગરો પર તેની અસરનું એનિમેશન દર્શાવે છે. હાઇ ટાઇડ અને લો ટાઇડને ભરતી અને ઓટ કહેવાય છે. ભરતી એટલે દરિયાનું પાણી એક સાથે ઊંચકાઈને કિનારા ઉપર ફરી વળે. દરિયાની સપાટી વધી જાય ઓટ એટલે કિનારાનું પાણી ઉતરીને દરિયામાં પાછું જાય કિનારાનો વિસ્તાર કોરો થઈ જાય છે.

મોજા પૂનમના દિવસે સૌથી વધુ ઉંચા ઉછળે છે

દર મહિને એક ચોક્કસ સમયે, સમુદ્રના મોજા ચોક્કસ સમયગાળા માટે ખૂબ જ મજબૂત બને છે. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ચંદ્રની સમુદ્ર પર ઘણી અસર જોવા મળે છે. આ સમય દરમિયાન, ચંદ્રનો જે ભાગ પૃથ્વીની સૌથી નજીક છે ત્યાં સૌથી વધુ ભરતી હોય છે. પાસ્કલે એનિમેટેડ વિડિયો દ્વારા આ જ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો જેને લોકોએ વખાણ્યો.

શું ચંદ્રની અસર મનુષ્યો પર પણ પડે છે?

વાયરલ વીડિયો પર, ઘણા યુઝર્સે પાસ્કલને પૂછ્યું કે જ્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી અને સમુદ્ર પર અસર કરે છે, ત્યારે શું તેની અસર માનવ શરીર પર પણ થાય છે? કારણ કે માનવ શરીરમાં પણ મોટાભાગે પાણી હોય છે? આના પર એક નિષ્ણાતે કહ્યું કે ચોક્કસપણે તે મનુષ્યોને પણ અસર કરે છે. તમને જણાવી દઈએ કે હજારો વર્ષ પહેલા હિન્દુ જ્યોતિષમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચંદ્રની સીધી અસર આપણા મન પર પડે છે. આવી સ્થિતિમાં, પૂર્ણિમા અને અમાવસ્યા દરમિયાન માનવ મન પર સૌથી વધુ અસર જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો  : આધાર પ્રમાણીકરણમાં રેકોર્ડબ્રેક વધારો, એપ્રિલમાં થયા 1.96 બિલિયન ઈ-કેવાયસી વ્યવહારો..

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version