ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 સપ્ટેમ્બર 2020
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ કેસમાં પકડાયેલી રીયા ચક્રવર્તીની વોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ, જે રીતે બોલિવૂડ અભિનેત્રીઓની ખાનગી ચેટ સામે આવી રહી છે. તેનાથી વોટ્સએપ દ્વારા મોકલાયેલા મેસેજ ખાનગી રહેતા હોવાની વાત એક ગપ્પું સાબિત થયું છે. બોલિવૂડ કલાકારો ની ચેટની લીંક મેળવ્યા બાદ ખુદ તપાસ કરતા એનસીબી પણ હેરાન છે.
એનસીબી એ વોટ્સએપ પર સવાલ ઉઠાવ્યા બાદ કંપનીએ સત્તાવાર રીતે એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં કહેવાયું છે કે વોટ્સ એપ પ્લેટફોર્મમાં એન્ડ ટુ એન્ડ એનક્રિપની સુવિધા છે.. અર્થાત્ મેસેજ જેણે કર્યો હશે અને જેને કરવામાં આવ્યો હશે એ બે સિવાય કોઇ ત્રીજી વ્યક્તિ કે કંપની સુધ્ધાં આ મેસેજ વાંચી શકતી નથી. વોટ્સએપએ ભારપૂર્વક જણાવ્યું છે કે કંપની એક વપરાશકર્તા ની પ્રાઈવસી નું ધ્યાન રાખે છે. ચેટનો ઍક્સેસ કોઈને આપતી નથી.કમ્પનીએ આ પોલીસી અંગે સર્વિસ પ્રોવાઇડર અને મોબાઈલ ઉત્પાદક કંપનીઓને પણ જાણ કરી હોવાનું કહ્યું હતું..
હા.. પરંતુ જો વપરાશકર્તા થર્ડ પાર્ટીના સ્ટોરેજનો ઉપયોગ કરીને વોટ્સઅપની ચેટ સેવ કરે અથવા તો સ્ટોર કરી રાખે તો તેનું એક્સેસ મેળવવાનું કાર્ય થર્ડ પાર્ટી માટે સરળ બની જાય છે. આથી જ સ્ટ્રોંગ પાસવર્ડ અને બાયોમેટ્રિક પેટન રાખી વોટ્સએપને કોઈ ત્રીજી વ્યક્તિથી બચાવી શકાય છે. સાથે જ ઓટો બેકઅપ નો ઓપ્શન રદ્દ કરવાથી પણ ખાનગી મેસેજો બીજા પાસે જતા બચાવી શકાય છે..
