Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: દિવસ દરમિયાન ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે,રાત્રે સૂતા પહેલા કરો ઓલિવ ઓઈલ થી મસાજ;જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ચમકતી ત્વચા માટે માત્ર ફેશિયલ અથવા ફેસ માસ્ક જ અસરકારક નથી, પરંતુ ઘણા કુદરતી તેલ પણ ત્વચા માટે ખૂબ સારા માનવામાં આવે છે. જેમ કે ઓલિવ ઓઈલ તે માત્ર તમારા સ્વાસ્થ્ય અને વાળ માટે જ ફાયદાકારક નથી, પરંતુ તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવા માટે ઓલિવ ઓઈલ પણ ખૂબ જ અસરકારક છે.જો તમે તેને તમારી ત્વચા સંભાળની દિનચર્યામાં સામેલ કરશો તો તમારી તમામ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ જશે. ઓલિવ ઓઇલ માં ઘણા પોષક તત્વો જોવા મળે છે જેમ કે સંતૃપ્ત ચરબી, મોનોસેચ્યુરેટેડ ચરબી, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, વિટામિન ઇ અને વિટામિન એ.

રાત્રે સૂતા પહેલા, તમારી ત્વચા પર ઓલિવ તેલના 4 ટીપાંથી માલિશ કરો. ચહેરા અને ગરદન પર માત્ર 2 મિનિટ મસાજ કરો અને પછી સૂઈ જાઓ. સવારે ઉઠો અને તમારી ત્વચાને ચમકતી જુઓ. ઓલિવ ઓઈલમાં વિટામીન-ઈ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તેને ચહેરા પર લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. તે તમારી ત્વચાના ક્ષતિગ્રસ્ત કોષોને ખૂબ જ ઝડપથી રિપેર કરે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: પગ ની એડી ની સુંદરતા વધારવા માટે ઘરે જ બનાવો DIY ફૂટ સ્ક્રબ મળશે આ ફાયદા; જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત વિશે

ઓલિવ ઓઈલ લગાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે તમારો ચહેરો સંપૂર્ણપણે સાફ છે એટલે કે ફેસ વોશથી ચહેરો ધોઈ લો. આ પછી ચહેરા પર માત્ર 4-5 ટીપા ઓલિવ ઓઈલ લગાવો. ઓલિવ ઓઈલ વધારે લગાવવાથી પિમ્પલ્સ થઈ શકે છે. તેમજ  જો તમારી ત્વચા તૈલી છે, તો ઓલિવ ઓઇલ માં ટી ટ્રી ઓઇલ ના થોડા ટીપા નાખી ને જ તેનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા શુષ્ક છે, તો તમે તેમાં ગ્લિસરીનનું એક ટીપું પણ ઉમેરી શકો છો.

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version