Site icon

આધાર કાર્ડમાં ફોટો ગમતો નથી- ચેન્જ કરવા માટે આ રીતે કરો પ્રોસેસ- 100 રૂપિયામાં થઈ જશે કામ

News Continuous Bureau | Mumbai

આધાર કાર્ડ(Aadhar card) હવે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ(Importtant Document) બની ગયું છે. તેનો ઉપયોગ ઓળખ કાર્ડ (Identity card) તરીકે પણ થાય છે. તેમાં 12-અંકનો અનન્ય કોડ છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધાર કાર્ડ જારી કરવાનું ચાલુ રાખે છે.

Join Our WhatsApp Community

આધાર કાર્ડમાં યુઝરનો બાયોમેટ્રિક(Biometric) અને ડેમોગ્રાફિક(Demografic) ડેટા હોય છે. આ યુઝરને તરત જ વેરિફિકેશન કરવાની મંજૂરી આપે છે. તેનો ઉપયોગ સરકારી કામથી લઈને શાળા-કોલેજમાં થઈ શકે છે. આમાં કેટલીક વસ્તુઓ બદલી શકાય છે.

ઘણી વખત લોકો તેમાં તેમના ઘરનું સરનામું(Address), ફોન નંબર અથવા તો ફોટો અપડેટ કરાવે છે. આવી સ્થિતિમાં, જે લોકો પોતાનો ફોટો આધાર કાર્ડ(Photo In Aadhar card)માં અપડેટ કરાવવા માગે છે તેઓ તે કરાવી શકે છે. આ માટે તેમણે UIDAIની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. જો કે, તે પછી તેઓએ નજીકના આધાર સેવા કેન્દ્રની પણ મુલાકાત લેવાની રહેશે.

 આ સમાચાર પણ વાંચો : રાજુ શ્રીવાસ્તવ નહીં – આ હતું કોમેડિયનનું અસલી નામ- અનિલ કપૂર સાથે હતો ખાસ સંબંધ- જાણો તેમના વિશેની આ અજાણી વાતો

ઓફિશિયલ વેબસાઇટ પરથી મદદ

આ માટે તમારે પહેલા તમારા ડિવાઇસ પર UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ uidai.gov.in પર જવુ પડશે. આ પછી તમારે My Aadhar ના ઓપ્શન પર જવાનું રહેશે. અહીં તમને ઘણા વિકલ્પો જોવા મળશે. તમારે ડાઉનલોડ વિભાગમાં જવું પડશે અને આધાર એનરોલમેન્ટ/અપડેટ ફોર્મના ઓપ્શન પર જવું પડશે.

અહીં બધી માહિતી ભરો. તે પછી તેને નજીકના આધાર એનરોલમેન્ટ સેન્ટર અથવા આધાર સર્વિસ સેન્ટરમાં સબમિટ કરો. આધાર એક્ઝિક્યુટિવ બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા તમારી તમામ વિગતોને કન્ફોર્મ કરશે. આ પછી તે તમારા નવા ફોટા પર ક્લિક કરશે જે આધાર કાર્ડમાં અપડેટ થશે.

આ સર્વિસ ફ્રીમાં નથી, આ માટે તમારે GSTની સાથે 100 રૂપિયાનો ચાર્જ પણ ચૂકવવો પડશે. આધાર એક્ઝિક્યુટિવ તમને એક સ્લિપ અને યુનિક રિક્વેસ્ટ નંબર URN આપશે. તમે UIDAI ની વેબસાઇટ પરથી URN નંબરની મદદથી આધારની નવી સ્થિતિને ટ્રેક કરી શકો છો.

 આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટી RSS માંથી ઊભી થયેલી પાર્ટી હોવાની ચર્ચાઓ- થોડા જ વર્ષમાં કોઈ મોટા સંગઠન વગર જમીની સ્તર પર પહોંચવું મુશ્કેલ

આ પ્રોસેસમાં 90 દિવસ જેટલો સમય લાગે છે. પ્રોસેસ પૂર્ણ થયા પછી તમે નજીકના આધાર સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને તમારું આધાર કાર્ડ પ્રિન્ટ આઉટ કરાવી શકો છો. તમે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ પરથી અપડેટ કરેલ આધારની ઇ-આધાર કોપી પણ ડાઉનલોડ કરી શકો છો.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version