Site icon

આજથી આધાર કાર્ડ અને વોટિંગ કાર્ડને જોડવાની કાર્યવાહી શરૂ થઈ- જાણો કઈ રીતે કરી શકાશે

News Continuous Bureau | Mumbai

ભારત સરકારે(Indian govt) હાલમાં ચૂંટણી કાયદા (સંશોધન) બિલ 2021ને પસાર કર્યું છે. આ નવા કાયદા બાદ હવે લોકોએ પોતાના ચૂંટણી કાર્ડ(Voter ID)ને આધાર કાર્ડ(Aadhar card) સાથે જોડવું પડશે. જો તમે પોતાના વોટર આઈડી કાર્ડ (Voter Id Card) ને આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક(Link) કરવા ઈચ્છો છો .તો આ સરળ રીત જાણી લો. જેની મદદથી તમે ઘરે બેસીને બંને દસ્તાવેજોને લિંક(Document link) કરી શકશો. 

Join Our WhatsApp Community

આધાર અને મતદાર આઈડી કાર્ડને લિંક કરવા માટે, તમારે પહેલા NVSP પોર્ટલ – www.nvsp.in પર નોંધણી કરાવવી પડશે. તેથી પહેલા   વેબસાઇટ પર જાઓ. અને ન્યુ યુઝર(New user) વિકલ્પ પર ક્લિક કરો. તે પછી  અહીં મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી(Email ID) દ્વારા લોગ-ઇન કરો. જો તમારું એનવીએસપીનું એકાઉન્ટ નથી તો, તમારે વેબસાઇટ પર રજીસ્ટર કરવું પડશે.

હવે તમારા આપેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો. આ પછી તમારી સામે એક પેજ ખુલશે, જેમાં તમારી બધી માહિતી દાખલ કરો. હવે સબમિટ બટન પર ક્લિક કરીને તમારી બધી માહિતી રજીસ્ટર થઈ જશે. આધારને મતદાર ID સાથે કરો લિંક. NSVP પોર્ટલના હોમ પેજ પર, મતદાર યાદી(Voting list) પર ક્લિક કરો. પછી તમારા મતદાર ID અથવા EPIC નંબર (EPIC NO.) અને તમારા રાજ્યની વિગતો દાખલ કરો. હવે ફીડ આધાર નંબર દેખાશે. આના પર ક્લિક કરવાથી એક નવી વિન્ડો ખુલશે. આમાં, તમે તમારા આધાર કાર્ડની વિગતો અને EPIC નંબર દાખલ કરો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા ઈ-મેલ આઈડી પર OTP આવશે. તમે તેને એન્ટર કરતાની સાથે જ આધાર અને વોટર આઈડી લિંક કરવા પર સ્ક્રીન પર નોટિફિકેશન આવશે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો

SMS દ્વારા આ રીતે આધાર સાથે લિંક કરો ચૂંટણી કાર્ડ

જો તમે તમારા રજીસ્ટર મોબાઇલ નંબરના માધ્યમથી એસએમએસ મોકલીને પણ પોતાનું વોટર આઈડી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તે માટે આ પ્રોસેસને ફોલો કરો. 

ECILINK<સ્પેસ>ચૂંટણી કાર્ડ નંબર<સ્પેસ> આધાર કાર્ડ નંબરને 166 કે 51969 પર મોકલો.

તમે સરકાર દ્વારા સ્થાપિત ડેડિકેટેડ નંબર પર કોલ કરીને પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો. તમે વર્કિંગ ડેમાં સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી 1950 નંબર પર કોલ કરી શકો છો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version