Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ- ચહેરા પરના ખીલ અને ઇન્ફેક્શન ની સમસ્યા થી છુટકારો મેળવવા ઘરે જ બનાવો તુલસી અને મીઠા લીમડા માંથી બનેલું ક્લીન્ઝર-જાણો તેને બનાવવાની અને ઉપયોગમાં લેવાની રીત

News Continuous Bureau | Mumbai

ઉત્તમ ક્લીન્ઝર માત્ર મેકઅપને દૂર કરવામાં જ મદદ કરતું નથી, પરંતુ મૃત કોષોને પણ દૂર કરે છે અને બંધ  છિદ્રોની સમસ્યાથી છુટકારો અપાવે છે. તમે એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ક્લીન્ઝર(bacterial cleanser) મદદથી ત્વચામાંથી ખીલ, ફોલ્લીઓ અને ચેપની સમસ્યાને સરળતાથી દૂર કરી શકો છો. પરંતુ આજકાલ માર્કેટમાં ઘણી બ્રાન્ડના ક્લીન્ઝર ઉપલબ્ધ છે, બજારમાં ઉપલબ્ધ ક્લીન્ઝર ખૂબ જ મોંઘા અને કેમિકલ યુક્ત (chemical)હોય છે. જે તમારી ત્વચાને ફાયદાના બદલે નુકસાન કરી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો તો ઘરે, તમે તમારી ત્વચા અનુસાર કુદરતી ક્લીન્ઝર તૈયાર કરી શકો છો. આવો જાણીએ કેવી રીતે.

Join Our WhatsApp Channel

કુદરતી ક્લીન્ઝર બનાવવાની રીત 

નેચરલ ક્લીન્ઝર બનાવવા માટે સૌપ્રથમ 5-6 તુલસી (basil leaves)અને મીઠા લીમડા (curry leaves)ના પાનને પાણીથી ધોઈ લો અને તેને મિક્સરમાં પીસીને બાઉલમાં રાખો. હવે અડધો કપ દૂધ ઉકાળો અને ઠંડુ થવા દો. તેમાં પાંદડાની પેસ્ટ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને એક કલાક માટે રાખો. તેને સારી રીતે મિક્સ કર્યા પછી, તેને ગાળી લો, હવે તમારું ફેશિયલ ક્લીન્ઝર(facial cleanser) તૈયાર છે. આ નેચરલ ક્લીન્ઝર ને ગરદનથી ચહેરા સુધી લગાવો અને લગભગ 5 મિનિટ સુધી મસાજ કરો. આ પછી તમારા ચહેરાને સોફ્ટ ક્લીન કપડા અથવા કોટનથી સાફ કરો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ગરદનની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય-થોડા જ વખત માં જોવા મળશે રિઝલ્ટ

તુલસીના પાન અને મીઠા લીમડા બંનેમાં એન્ટી-ઓક્સીડેન્ટ(antioxidant) હોય છે. જે તમારી ત્વચાને ચેપ અને ખીલથી બચાવે છે. ત્વચાને મુલાયમ બનાવવાની સાથે તે પિગમેન્ટેશન અને કરચલીઓ ઘટાડવાનું પણ કામ કરે છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version