Site icon

બ્યૂટી ટિપ્સ: જો તમે પણ આ બાબતો ની અવગણના કરશો તો પડી  શકે છે અંડરઆર્મ્સ ની ત્વચા કાળી; જાણો તેની કાળજી રાખવાની કેટલીક સરળ ટિપ્સ વિશે  

News Continuous Bureau | Mumbai

ફેશન અને ગ્લેમરના આ યુગમાં સુંદર દેખાવું કોને ના ગમે. ખાસ કરીને મહિલાઓ પોતાની ત્વચાને ચમકદાર અને સુંદર બનાવવા માટે અનેક ઉપાયો અજમાવતી હોય છે. પરંતુ તેમાંથી મોટાભાગની મહિલાઓ ત્વચાની સંભાળની દિનચર્યામાં શરીરના કેટલાક ભાગોની સંભાળને પણ અવગણતી હોય છે. અંડરઆર્મ્સ પણ આમાંથી એક છે.અંડરઆર્મ્સની સંભાળની અવગણનાને કારણે, તેમાં ડાર્કનેસ આવવા લાગે છે અને તે જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. હકીકતમાં, ઘણી સ્ત્રીઓ ડાર્ક અંડરઆર્મ્સને કારણે તેમના મનપસંદ સ્લીવલેસ ડ્રેસ પહેરવાથી શરમાતી હોય છે. જો કે, જો તમે ઈચ્છો તો તમારી રોજિંદી દિનચર્યામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખીને અંડરઆર્મ્સને કાળા થવાથી બચાવી શકો છો. તો ચાલો જાણીએ અંડરઆર્મ્સની કાળજી રાખવાની કેટલીક સરળ ટિપ્સ વિશે.

Join Our WhatsApp Community

સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો

ઘણી વખત લોકો સ્નાન કરતી વખતે હાથ, પગ અને ચહેરો ઘસી ઘસી ને  સાફ કરે છે. પરંતુ આ બધા માં  તેઓ અંડરઆર્મ્સની સફાઈ કરવાનું ચૂકી જાય છે. આવી સ્થિતિમાં અંડરઆર્મ્સના છિદ્રોમાં ગંદકીના કણો જમા થઈ જાય છે અને પરસેવાના કારણે અંડરઆર્મ્સની ત્વચા કાળી થવા લાગે છે. તેથી દરરોજ અંડરઆર્મ્સને સાફ કરવાનું ભૂલશો નહીં.

વેક્સ નો ઉપયોગ ઓછો કરો

સુંદર દેખાવા અને સ્લીવલેસ ડ્રેસ પહેરવા માટે મહિલાઓ ઘણીવાર અંડરઆર્મ્સ પર વેક્સ નો ઉપયોગ કરે છે. જો કે, વધુ પડતા વેક્સિંગને કારણે ત્વચા કાળી પડી જાય છે. તેથી, જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ વેક્સિંગ કરાવવાનો પ્રયાસ કરો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે અખરોટ , આ રીતે કરો તેનો ઉપયોગ

ખૂબ ચુસ્ત કપડાં ન પહેરો

 ઘણી સ્ત્રીઓને ચુસ્ત કપડાં પહેરવાનો ખૂબ શોખ હોય છે. પરંતુ અંડરઆર્મ્સ પર ચુસ્ત કપડાં ન પહેરવા જોઈએ. જેના કારણે અંડરઆર્મ્સની ત્વચા ખેંચાઈ જાય છે અને તે જલ્દી કાળી થવા લાગે છે.

આ રીતે કરો પરફ્યુમ નો ઉપયોગ 

મોટાભાગના લોકો જ્ઞાનના અભાવે સ્નાન કર્યા પછી તરત જ અંડરઆર્મ્સ પર પરફ્યુમ લગાવે છે. જો કે, ભીના અન્ડરઆર્મ્સ પર પરફ્યુમનો ઉપયોગ ટાળવો જોઈએ. જેના કારણે અંડરઆર્મ્સની ત્વચા કાળાશનો શિકાર બનવા લાગે છે. તેથી, અંડરઆર્મ્સને સારી રીતે સૂકવ્યા પછી જ પરફ્યુમ લગાવવું વધુ સારું છે.

ધૂમ્રપાનથી દૂર રહો

 તમે ઘણીવાર ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ધૂમ્રપાન કરવાથી હોઠ કાળા થઈ જાય છે. આ ફોર્મ્યુલા અંડરઆર્મ્સ પર પણ સારી રીતે લાગુ પડે છે. વાસ્તવમાં, ધૂમ્રપાનને કારણે, શરીરમાં હાઇપરપીગ્મેન્ટેશન શરૂ થાય છે. જેના કારણે હોઠની સાથે અંડરઆર્મ્સની ત્વચા પણ કાળી થઈ જાય છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version