ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
નવી મુંબઈ એમએમઆર ક્ષેત્રનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં 18 વર્ષથી વધુ ઉંમરના 100 ટકા નાગરિકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ના અહેવાલ મુજબ અડધીથી વધુ વસ્તીએ બીજો ડોઝ પણ લઈ લીધો છે.
નવી મુંબઈમાં કુલ મળીને, 11,07,233 રહેવાસીઓએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જે શહેરને18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 100.02% રસીકરણ થઈ ગયું છે. આમાંથી 5,76,567 એ બીજો ડોઝ પણ લઈ લીધો છે.
મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે, "ખાસ કરીને ત્રીજી લહેરનો ખતરો ધ્યાનમાં રાખીને
અમે અમારા પ્રયાસો વધાર્યા હતા. સાથે જ રહેવાસીઓની સક્રિય ભાગીદારીથી ત્રીજી લહેરને ટાળવા અથવા તેની અસર ઘટાડવા માટે રસીકરણ પૂર્ણ વેગથી શરૂ છે.