Site icon

પતિએ દગો કર્યો, પરિવારે સાથ છોડ્યો; છતાં પરિસ્થિતિનો સામનો કરી આ મહિલા બની સબ-ઇન્સ્પેક્ટર, જાણો તેની અથાક પરિશ્રમની વાર્તા અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

કેરળ પોલીસની એક મહિલા સબ-ઇન્સ્પેક્ટર ઍની શિવા હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેના સંઘર્ષની વાર્તા બીજાને પણ જીવનમાં પ્રેરણા આપનારી છે. નાનીવયે આ મહિલાએ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. હકીકતે આ મહિલાએ ગ્રૅજ્યુએશન સમયે પરિવારની ઇચ્છા વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યાં હતાં. બાદમાં તેના પતિએ ૬ મહિનાના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી.

તેના ઘરવાળાઓએ પણ તેને સ્વીકારી નહિ, એથી તેણે ઝૂંપડીમાં રહી લીંબુપાણી અને આઇસક્રીમ વેચી, પોતાનું અને બાળકનું ભરણપોષણ કર્યું. દરમિયાન તેણે ઘરે-ઘરે જઈ સામાન ડિલિવર કરવાનું પણ કામ કર્યું. આ તમામ કપરા સંજોગોમાં પણ તેણે પોતાના એક મિત્રની મદદથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ઍનીએ વર્ષ ૨૦૧૪માં તિરુવનંતપુરમના કોચિંગ સેન્ટરમાં ઍડ્મિશન લીધું. સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા આપી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ઍનીની મહેનત રંગ લાવી અને તેને સફળતા મળી. ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2019માં તેણે સબ-ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી અને હવે લગભગ દોઢ વર્ષની ટ્રેનિંગ બાદ તેણે વર્કલા પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનરી સબ-ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ લીધો છે.

બરેલીમાં માસ્ક વગર બૅન્કમાં પ્રવેશવાનું ગ્રાહકને પડ્યું ભારે! ગાર્ડે ભર્યું આ પગલું; જાણો વિગતે

ઉપરાંત કેરળ પોલીસે પણ આ મહિલાના સંઘર્ષની કહાની શૅર કરી છે અને ટ્વીટ કરીને કહ્યું છે કે “ઇચ્છાશક્તિઅને આત્મવિશ્વાસનું એક સાચું મૉડલ. એક 18 વર્ષની યુવતી જેને પતિ અને પરિવારે છોડી દીધા બાદ 6 મહિનાના બાળક સાથે રસ્તા પર આવી ગઈ, તે હવે વર્કલા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર બની છે.”

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version