Site icon

ઘોર કળિયુગ આને કહેવાય- વીમા ની રકમ મેળવવા પત્નીને મારી નાખી

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજગઢ(Rajagadh)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરાવી દીધી કે તે તેની વીમા પોલિસી(insurance policy)ની રકમમાંથી તેનું દેવું ચૂકવી શકે. આશ્ચર્યની વાત એ છે કે પત્નીની હત્યા પહેલા પતિએ જ પત્નીનો 35 લાખનો વીમો કરાવ્યો હતો. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલો 26 જુલાઈનો છે. મહિલાની જિલ્લાના ભોપાલ(Bhopal) રોડ પર માના જોડ ગામ પાસે ગોળી મારી(Shoot)ને હત્યા કરવામાં આવી હતી જ્યારે તે તેના પતિ સાથે બાઈક(bike) પર જઈ રહી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસેથી લોન(loan) લીધી હતી, જેઓ તેના પર પૈસા પરત કરવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ભારતે અમેરિકાનો મોટો સાથ આપ્યો- ના નામે અમેરિકી યુદ્ધ જહાજ ભારતમાં પ્રવેશ્યું- નજર તાઈવાન પર

પતિએ પોલીસને જણાવતા કહ્યું કે, જ્યારે તે તેની પત્ની સાથે નેશનલ હાઇવે(National highway) પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે દરમિયાન તે ચાર લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન જ્યારે પત્ની વચ્ચે પડી તો આરોપી તેને ગોળી મારીને ભાગી ગયો. મહિલાના પતિના નિવેદનના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આ દરમિયાન ખબર પડી કે મહિલાનો થોડા દિવસ પહેલા જ વીમો લેવામાં આવ્યો હતો. જે બાદ તપાસની દિશા બદલાઈ હતી અને ખુલાસા બાદ આખરે પોલીસે હત્યારાને શોધી કાઢ્યો હતો. હત્યારો અન્ય કોઈ નહીં પણ મૃતકનો પતિ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ પહેલા પત્નીનો વીમો કરાવ્યો હતો અને બાદમાં તેની હત્યા કરાવી હતી જેથી તે વીમાની રકમમાંથી લોન ચૂકવી શકે.

પોલીસને આપેલા નિવેદનમાં મૃતકના પતિએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, પત્નીને સામેથી ગોળી વાગી હતી જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાને પાછળથી ગોળી વાગી હોવાનું ખુલ્યું હતું. અહીંથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. આ પછી પોલીસે ચારેય આરોપીઓની કોલ ડિટેઈલ મેળવી તો જાણવા મળ્યું કે તેમાંથી કોઈ ઘટના સમયે હાજર નહોતું.

આ સમાચાર પણ વાંચો : હવે ફાસ્ટેગ પણ જશે અને રિચાર્જ પર નહીં કરાવવાનું- તો પછી ટોલ કઈ રીતે ભરવાનો- આવી છે સરકારની નવી યોજના

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version