Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’માં ભારતીય વાયુસેનાનું અપમાન, આઇએએફ એ સેન્સર બોર્ડને પત્ર લખી કરી આ માંગ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 ઓગસ્ટ 2020 

બુધવારે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ગુંજન સક્સેના' વિવાદોમાં સપડાઇ ગઈ છે. ભારતીય વાયુસેનાએ ફિલ્મના કેટલાક સીન્સ પર આપત્તિ દર્શાવી છે. વાયુસેનાનુ કહેવુ છે કે, ફિલ્મમાં સેનાની ઇમેજને ખોટી રીતે દર્શાવવામાં આવી છે. તેમણે સેન્સર બોર્ડને લેખિતમાં શિકાયત કરી છે કે 'એક્સ-ફ્લાઇટ લેફ્ટનન્ટ ગુંજન સક્સેનાના સ્ક્રીન કૅરૅક્ટરનો મહિમા વધારે બતાવવા માટે ધર્મા પ્રોડક્શન્સે કેટલીક એવી સિચ્યુએશન્સ રજૂ કરી છે કે જે ગેરમાર્ગે દોરનારી છે અને ભારતીય એર ફોર્સમાં ખાસ કરીને મહિલાઓ માટે અયોગ્ય વર્ક કલ્ચર હોવાનું રજૂ કરાયું છે. ગુંજન સકસેના પર આધારિત આ બાયોપિક પર ભારતીય વાયુસેનાએ આપત્તિ જતાવી છે. ત્યાર બાદ આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આએડીબી પર પણ ફિલ્મનું રેટિંગ સતત નીચે આવી રહ્યું છે. 

નોંધનીય છે કે  સંરક્ષણ મંત્રાલયને કેટલીક ફરિયાદો મળી હતી કે ભારતીય સેનાના સૈનિકો અને તેમના ગણવેશ અનેક વેબ સિરીઝ / ફિલ્મોમાં 'અપમાનજનક રીતે' બતાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ગત મહિને આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો.

આ ફિલ્મ ભારતીય વાયુસેનાની લડાકૂ પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે. જે 1999 કારગિલ યુદ્ધમાં ભાગ લેનારી પ્રથમ મહિલા પાઇલટ હતી. આ ફિલ્મ કરણ જોહરની કંપની ધર્મ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે અને જાહ્નવી કપૂરે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. જોકે આ ફિલ્મ 13 માર્ચ 2020એ થિએટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ  કોરોના મહામારીના કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version