Site icon

શું તમને ખબર છે કે આઇ.એ.એસ. ની ટ્રેનિગ કઈ રીતે થાય છે? અને શું શીખવવામાં આવે છે? જાણો અહીં

યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા ભારતની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. અને દર વર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે છે, પરંતુ બહુ ઓછા લોકો તેને પાસ કરી શકે છે. આમાંથી પણ, જેઓ ભારતીય પ્રશાસન સેવા (IAS) અધિકારી બને છે, તેમની સંખ્યા ઘણી ઓછી છે. IAS માટે પસંદ થયા પછી ઉમેદવારોએ સખત તાલીમ લેવી પડે છે.પરંતુ શું તમે જાણો છો કે IAS અધિકારીઓને કેવી રીતે તાલીમ આપવામાં આવે છે અને તેમને શું શીખવવામાં આવે છે. તો ચાલો જાણીએ.

ફાઉન્ડેશન કોર્સથી શરૂ થાય છે ટ્રેનિંગ

Join Our WhatsApp Community

ટ્રેનિંગની શરૂઆત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) , મસૂરીમાં ફાઉન્ડેશન કોર્સથી થાય છે. જેમાં IAS અધિકારીઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારો તેમજ IPS, IFS અને IRS માટે પસંદ કરાયેલા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ કોર્સમાં મૂળભૂત વહીવટી કુશળતા શીખવવામાં આવે છે. જે દરેક સિવિલ સર્વિસ અધિકારી માટે જાણવી જરૂરી છે.

આને કહેવાય નસીબ! પાળેલા શ્વાન માટે પ્લેનમાં સંપૂર્ણ બિઝનેસ કલાસનું બુકિંગ;જાણો વિગત 

આ એકેડમીનો પ્રથમ અનુભવ આવો હોય છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એકેડમીમાં પહોંચ્યા પછી પ્રથમ સૂત્ર (શીલમ પરમ ભૂષણમ) દેખાય છે. જેનો અર્થ છે કે તમારું ચરિત્ર જ તમારો સૌથી મોટો ગુણ છે. આ પછી IAS નું આદર્શ  સૂત્ર લખેલ છે – ‛યોગ: કર્મસુ કૌશલમ’. જેનો અર્થ છે કે ક્રિયામાં શ્રેષ્ઠતા યોગ છે. અંદર, LBSNAA નું સૂત્ર લખ્યું હતું – પછાત અને વંચિત વ્યક્તિની સેવા. તે એક લોકસેવકનો હેતુ પણ હોવો જોઈએ.

કેન્ડીડેટ્સ પાસે કરાવવામાં આવે છે વિશેષ પ્રવૃત્તિઓ 

એકેડમીની અંદર કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેમાં માનસિક અને શારીરિક શક્તિ માટે હિમાલયની મુશ્કેલ ટ્રેકિંગ એક છે. દરેક તાલીમાર્થી માટે આ આવશ્યક છે. આ સિવાય, તમામ અધિકારીઓ માટે ભારત દિવસ (ઇન્ડિયા ડે) નું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક વ્યક્તિએ પોતપોતાના રાજ્યની સંસ્કૃતિ દર્શાવવાની હોય છે. આમાં, સિવિલ સર્વિસના અધિકારીના વસ્ત્રો, લોકનૃત્ય અથવા પ્રખ્યાત વાનગી દ્વારા દેશની ‛વિવિધતામાં એકતા’ દર્શાવવાની હોય છે.

ગામમાં રહીને 7 દિવસની તાલીમ

સિવિલ સર્વિસના અધિકારીઓને ગામની મુલાકાતની તાલીમ પણ આપવામાં આવે છે. અને આ સમય દરમિયાન અધિકારીઓએ દેશના કેટલાક દૂરના ગામમાં જવું પડે છે અને 7 દિવસ રહેવું પડે છે. અધિકારીને ગ્રામ્ય જીવનના દરેક પાસાને વિગતવાર સમજવાની તક મળે છે. સિવિલ સર્વિસ ઓફિસરને ગામના લોકોના અનુભવો અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં ગામની શાળા, હોસ્પિટલ, પંચાયત, રાશનની દુકાનનો સમાવેશ થાય છે.

AC ને પણ ફેલ કરી નાખે, એવાં સફેદ પેઇન્ટની શોધ કરવામાં આવી; જાણો વિગત

વ્યવસાયિક તાલીમ 3 મહિના પછી શરૂ થાય છે

3 મહિનાની ફાઉન્ડેશન તાલીમ પછી અન્ય સિવિલ સર્વિસ અધિકારીઓ તેમની સંબંધિત એકેડમીમાં જાય છે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં માત્ર IAS તાલીમાર્થીઓ જ રહે છે. આ પછી IAS અધિકારીની વ્યાવસાયિક તાલીમ શરૂ થાય છે અને આમાં વહીવટ અને શાસનના દરેક ક્ષેત્રની માહિતી આપવામાં આવે છે. વ્યાવસાયિક તાલીમ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, કૃષિ, ઉદ્યોગ, ગ્રામવિકાસ, પંચાયતી રાજ, શહેરીવિકાસ, સામાજિક ક્ષેત્ર, વન, કાયદો અને વ્યવસ્થા, મહિલા અને બાળવિકાસ, આદિવાસી જેવા ક્ષેત્રો પર દેશના જાણીતા નિષ્ણાતો અને સિનિયર બ્યુરોક્રેટ વર્ગ લેવા આવે છે.

સ્થાનિક ભાષા શીખવવામાં આવે છે

IAS તાલીમ દરમિયાન, અધિકારીને રાજ્યની ભાષા પણ શીખવવામાં આવે છે. જ્યાં તેને કેડર ફાળવવામાં આવે છે. આ જરૂરી છે. કારણકે, સેંકડો લોકો તેમની સમસ્યાઓ સાથે અધિકારી પાસે આવે છે. જે માત્ર સ્થાનિક ભાષા સમજી શકે છે અને બોલી શકે છે. લોકોની સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન આવશ્યક છે.

ભારતની વિવિધતાને સમજવી

વ્યાવસાયિક તાલીમ દરમિયાન વિન્ટર સ્ટડી ટૂર હોય છે. જે ‛ભારત દર્શન’ તરીકે વધુ પ્રખ્યાત છે. આ સમય દરમિયાન ભારતની વિવિધતાને સમજવાની તક મળે છે. 2 મહિનાના વિન્ટર સ્ટડી ટૂર પછી ફરી એકેડેમીમાં અભ્યાસ કરવાનો હોય છે અને વ્યાવસાયિક તાલીમ પછી એક પરીક્ષા હોય છે.

ઓન જૉબ પ્રેક્ટિકલ ટ્રેનિંગ

એક વર્ષની શૈક્ષણિક તાલીમ અને ક્ષેત્રની તાલીમ પછી પબ્લિક મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી JNU દ્વારા આપવામાં આવે છે. શૈક્ષણિક તાલીમ પછી IAS અધિકારીઓ તેમની કેડરના રાજ્યમાં એક વર્ષની ઓન જૉબ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે જાય છે. જ્યાં તેમને રાજ્યના કાયદા, જમીન વ્યવસ્થાપન વગેરે પર રાજ્ય વહીવટી એકેડમીમાં તાલીમ આપવામાં આવે છે. આ પછી દરેક તાલીમાર્થી IASને એક જિલ્લામાં સહાયક કલેક્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓન જૉબ  ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે. જ્યાં કલેક્ટરની અંદર એક વર્ષની તાલીમ હોય છે. જ્યાં અધિકારીઓ ક્ષેત્રનું બારીકાઈથી જ્ઞાન મેળવે છે.

IAS અધિકારીઓ શું કરે છે?

IAS અધિકારીને આટલી સખત તાલીમ પછી પોસ્ટિંગ આપવામાં આવે છે. કેન્ડીડેટને IAS એટલે કે ભારતીય પ્રશાસન સેવા દ્વારા દેશના નોકરશાહી માળખામાં કામ કરવાની તક મળે છે. વિવિધ મંત્રાલયો, વહીવટ વિભાગ અને અન્યમાં IAS અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. IAS અધિકારી માટે કેબિનેટ સચિવ સૌથી વરિષ્ઠપદ હોય છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version