ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ઓગસ્ટ 2020
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામ મંદિરના થયેલા ભૂમિપૂજન ને વિશ્વના હિન્દુઓ માટે ઐતિહાસિક ગણાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હવે દાનિશ કનેરિયાએ રામલાલાના દર્શન કરવા અયોધ્યા આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો હતો, જેના પર વિશ્વભરના હિન્દુ સમુદાયોએ ખુશી વ્યક્ત કરી હતી અને કનેરિયાએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો ભગવાન રામ આમંત્રણ આપે, તો હું નિશ્ચિતરૂપે અયોધ્યા આવીશ અને રામલલ્લાના દર્શન કરીશ. હું એક શ્રદ્ધાળુ હિન્દુ યુવાન હોવાથી હું હંમેશાં ભગવાન રામના માર્ગે ચાલવાનો પ્રયાસ કરું છું. બાળપણથી અમે રામાયણ સિરિયલ જોતાં રહ્યા છીએ અને રામ ચરિત માનસ વાંચતા રહ્યા છીએ. કનેરિયાએ આગળ કહ્યું કે, ભૂમિ પૂજન વખતે મે જે ટ્વિટ કરી હતી તે કોઈને ચીડવવા કે દુ:ખ પહોંચડાવા માટે કરી ન હતી.હું ભગવાન રામમાં ભરોસો રાખું છું. જો ભગવાન રામ ઇચ્છશે તો હું એક દિવસ ચોક્કસ ભારત આવીશ અને અયોધ્યામાં રામ મંદીરના દર્શન કરીશ…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
