Site icon News Continuous Bureau | Mumbai

ભગવાન રામ બોલાવે તો, હું રામલલ્લાના દર્શન કરવા ચોક્કસ ભારત આવીશ: પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરીયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

13 ઓગસ્ટ 2020 

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ અયોધ્યામાં રામ મંદિરના થયેલા ભૂમિપૂજન ને વિશ્વના હિન્દુઓ માટે ઐતિહાસિક ગણાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. હવે દાનિશ કનેરિયાએ રામલાલાના દર્શન કરવા અયોધ્યા આવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખ્યો હતો, જેના પર વિશ્વભરના હિન્દુ સમુદાયોએ ખુશી વ્યક્ત કરી હતી અને કનેરિયાએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

દાનિશ કનેરિયાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો ભગવાન રામ આમંત્રણ આપે, તો હું નિશ્ચિતરૂપે અયોધ્યા આવીશ અને રામલલ્લાના દર્શન કરીશ. હું એક શ્રદ્ધાળુ હિન્દુ યુવાન હોવાથી હું હંમેશાં ભગવાન રામના માર્ગે ચાલવાનો પ્રયાસ કરું છું. બાળપણથી અમે રામાયણ સિરિયલ જોતાં રહ્યા છીએ અને રામ ચરિત માનસ વાંચતા રહ્યા છીએ. કનેરિયાએ આગળ કહ્યું કે, ભૂમિ પૂજન વખતે મે જે ટ્વિટ કરી હતી તે કોઈને ચીડવવા કે દુ:ખ પહોંચડાવા માટે કરી ન હતી.હું ભગવાન રામમાં ભરોસો રાખું છું. જો ભગવાન રામ ઇચ્છશે તો હું એક દિવસ ચોક્કસ ભારત આવીશ અને અયોધ્યામાં રામ મંદીરના દર્શન કરીશ…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version