Site icon

સ્વાસ્થ્ય જાણકારી- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક આદુના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ આડ અસર- જાણો તેનાથી થતા નુકશાન વિશે

News Continuous Bureau | Mumbai

આદુ એ દરેક ભારતીય રસોડામાં જોવા મળતો સર્વકાલીન ઘટક છે. તેનો ઉપયોગ ચા, શાકભાજીથી(vegetable) લઈને વિવિધ પ્રકારની વાનગીઓમાં વિશેષ સ્વાદ ઉમેરવા માટે થાય છે. ઘણા લોકો માટે સવારની ચા આદુ(ginger) વગર અધૂરી છે. માત્ર મસાલા તરીકે જ નહીં, પરંતુ હજારો વર્ષોથી ઘણી સંસ્કૃતિઓમાં આદુનો ઉપયોગ આયુર્વેદિક ઔષધ તરીકે પણ કરવામાં આવે છે. જો કે આદુમાં એવા મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી ઘણું નુકસાન પણ થાય છે. તો ચાલો જાણીયે આદુ ના વધુ પડતા સેવનથી થતા નુકશાન વિશે.

Join Our WhatsApp Community

1. ત્વચા અને આંખની એલર્જી

આદુના વધુ પડતા સેવનથી ત્વચા પર ચકામા, આંખો લાલ થવી, શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ, હોઠ પર સોજો, આંખોમાં ખંજવાળ અને ગળામાં દુખાવો થઈ શકે છે. આવા સંજોગોમાં તાત્કાલિક ડૉક્ટરની(doctor) સલાહ લેવી જોઈએ.

2. લો બ્લડ પ્રેશરની સમસ્યા

અતિશય આદુનું સેવન કરવાના નકારાત્મક પરિણામોમાંનું એક હૃદયના ધબકારા છે. એટલું જ નહીં તેના સેવનથી દ્રષ્ટિની ઝાંખી અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેનાથી બ્લડ પ્રેશર(blood pressure) પણ ઘટી શકે છે.

3. કસુવાવડનું જોખમ

દરરોજ 1500 મિલિગ્રામની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ આદુનું સેવન કરવાથી પણ કસુવાવડ (miscarriage)થઈ શકે છે. તેથી, ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરની સલાહ લીધા પછી જ આદુ ના  સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે.

4. પેટ અસ્વસ્થ

વધુ માત્રામાં આદુનું સેવન કરવાથી આંતરડાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે પેટમાં તકલીફ(stomach problem) થઈ શકે છે. તેનાથી બેચેની અને નબળાઈ પણ આવે છે.

5. રક્તસ્ત્રાવ થઈ શકે છે

આદુમાં એન્ટિપ્લેટલેટ ગુણધર્મો હોવાથી, આદુના વધુ પડતા સેવનથી રક્તસ્રાવ(bleeding) થઈ શકે છે. આટલું જ નહીં, જો તેને લવિંગ કે લસણ સાથે ખાવામાં આવે તો વધુ પડતા રક્તસ્રાવનું જોખમ પણ વધી જાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- શું ચોમાસા માં કેળું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે-જાણો વરસાદના દિવસોમાં કેળા ખાવાના ફાયદા અને ગેરફાયદા

 

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version