Site icon

ભણતર હોય તો આવું. જે ટંકશાળ પાડે.  આઈઆઈટીના વિર્દ્યાર્થીને સૌથી વધુ ૨.૪૦ કરોડનું પગાર પેકેજની ઓફર. અત્યાર સુધીની સૌથી વધુ રકમ…

 આઈઆઈટી દિલ્હીના ૪૦૦ વિદ્યાર્થીઓને નોકરીઓ મળી છે અને સૌથી વધારે પેકેજ એક કરોડ રુપિયાનુ રહ્યુ છે.આઈઆઈટી રુરકીમાં સૌથી હાઈએસ્ટ પેકેજ ૨.૧૫ કરોડ રુપિયાનુ રહ્યુ છે. આઈઆઈટી ગૌહાટીના ૨૦૦ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અપાયુ છે જ્યારે આઈઆઈટી મદ્રાસના પ્લેસમેન્ટમાં ૪૩ ટકાનો વધારો થયો છે.ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી દ્વારા પ્લેસમેન્ટના તમામ રેકોર્ડ તુટી ગયા છે. આઈઆઈટી ખડગપુરના ૧૧૦૦ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓફર કરાયુ છે.બીજી તરફ દિલ્હીના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ૪૦૦ ઓફરો મળી છે.આ વખતે કંપનીઓએ જંગી સેલેરી પેકેજનો પણ વરસાદ કર્યો છે. આ વખતે સેલેરી પેકેજના મામલે આઈઆઈટીના તમામ રેકોર્ડ તુટી ગયા છે અને ખડગપુરના વિદ્યાર્થીને અત્યાર સુધીનુ સૌથી વધારે ૨.૪૦ કરોડ રુપિયાનુ પેકેજ આપવામાં આવ્યુ છે.ઉપરાંત ખડગપુરના ૧૧૦૦ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યુ છે તે પણ રેકોર્ડ છે. આ વખતે પણ આઈઆઈટીમાં ઓનલાઈન પ્લેસમેન્ટ ચાલી રહ્યા છે.પ્રી પ્લેસમેન્ટ ઓફર ડિસેમ્બરમાં પૂરી થશે.બાકીના વિદ્યાર્થીઓ માટે ફેબ્રુઆરીમાં પ્લેસમેન્ટનો વધુ એક રાઉન્ડ યોજાશે.

કાગળ પર અમીર અને કાગળ પર ગરીબ, કેવી વિચીત્ર વાત. ઈલોન મસ્કની સંપતિમાં ૧૫.૨૦ અબજ ડોલરનું ધોવાણ
 

Join Our WhatsApp Community
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version