Site icon

જેલમાં બંધ રામ રહીમની તબિયત ખરાબ થઈ; હૉસ્પિટલમાં ભરતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 3 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

હરિયાણાના રોહતક જિલ્લાની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહની તબિયત લથડતાં તેમને PGI રોહતકમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ રહીમે પેટમાં દુખાવાની ફરિયાદ કર્યા બાદ તેને હૉસ્પિટલમાં ખસેડાયો છે. ગુરુવારે સવારે સાત વાગ્યે ચુસ્ત સુરક્ષા વચ્ચે રામ રહીમને જેલથી PGI લઈ જવામાં આવ્યો હતો.

ઉપલબ્ધ માહિતી મુજબ રામ રહીમ આ વખતે કોવિડ તપાસ કરવા સંમત થયો છે. તેણે કોવિડ ટેસ્ટ કરાવવાની ના પાડી હતી. રામ રહીમનું સીટી સ્કૅન PGI ખાતે કરાયું હતું, જેમાં પેટ અને હૃદયની તપાસ કરવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સામાન્ય છે અને તેને પાછો જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૨ મેના રોજ રામ રહીમને કોરોનાના ડરથી ભારે સુરક્ષા વચ્ચે રોહતક PGIમાં દાખલ કરાયો હતો. રામ રહીમને PGI લાવવા પહેલાં સુનારિયા જેલથી PGI સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બ્લડ પ્રેશરની સમસ્યાને કારણે આ સમયે રામ રહીમને આ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

Dhurandhar Effect in Karachi: પાકિસ્તાની પોલીસની હવા થઈ પાતળી! ‘ધુરંધર 2’ ની અસરથી કરાચીમાં હંગામો; લયારીને છાવણીમાં ફેરવ્યું, એજન્ટોના નામે ડરનો માહોલ
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Exit mobile version