ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
13 ફેબ્રુઆરી 2021
ગુજરાતમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વાપીની એક કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે જીએસટી ના અધિકારીઓ એ કંપનીના કર્મચારીઓ ને માર માર્યો હતો. આ સંદર્ભેની ફરિયાદ ડિરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ સામે કરવામાં આવી છે. તેમજ આરોપી અધિકારી એવા સીરીયલ ઇન્ટેલિજન્સ ઓફિસર અને ઇન્ટેલિજન્સ ઓફિસર ને કોર્ટ સમક્ષ હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
એવી ફરિયાદ કરવામાં આવી છે કે જીએસટી ના અધિકારીઓ એ સૌથી પહેલા કંપનીના સીસીટીવી કેમેરા બંધ કર્યા હતા અને ત્યારબાદ કર્મચારીઓને માર માર્યો હતો. આ ઉપરાંત જીએસટી ની પેનલ્ટી અડધી રાત્રે ભરવા માટે કંપનીના માલીકને દબાણ કરવામાં આવ્યું હતું.
આ મામલે હાઇકોર્ટે આઘાત વ્યક્ત કર્યો છે અને સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે.