Site icon

બાપરે..!! છેલ્લા 4 મહિનામાં કોરોનાને લાગતો 18000 ટન મેડિકલ કચરો નીકળ્યો.. જેમાં મહારાષ્ટ્રનો છે પ્રથમ નંબર… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

16 ઓક્ટોબર 2020 

દેશભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, ઘરોથી લઈને હોસ્પિટલ સુધીમા  કોરોનામાં ઘણું પ્લાસ્ટિક યૂઝ થયેલું જોવા મળે છે, જેમાં હેન્ડ ગ્લોવઝથી લઈને પીપીઈ કીટ, ટેસ્ટ કીટ વગેરેનો સમાવેશ થાય છે, જેનું વેસ્ટ ખુબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ચાર મહિનામાં 18 હજાર ટન કોવિડ -19 બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન થયું છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ બાયો મેડિકલ કચરો એટલે કે 3 હજાર 500 ટનથી વધુ જોવા મળ્યો છે. સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) ના ડેટા પરથી આ માહિતી મળી આવી છે. ખાલી સપ્ટેમ્બર મહિનામાં જ લગભગ 5 હજાથી વધુ ટન કોવિડ -19 નો કચરો પેદા થયો હતો. 

વાત કરીએ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી મળેલા આકંડાઓ પ્રમાણે તો, જૂનથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18,006 ટન જેટલો કોરોના વાયરસ સંબંધિત બાયોમેડિકલ કચરો ઉત્પન્ન થયો છે. તેનો 198 યુનિટ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે. કોવિડ -19 કચરામાં પી.પી.ઇ કીટ, માસ્ક, જૂતાના કવર, ગ્લોવ્ઝ, લોહીથી દૂષિત વસ્તુઓ, લોહીની થેલીઓ, સોય, સિરીંજ વગેરેનો સમાવેશ છે

આ માહિતી મુજબ, જૂનથી ચાર મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં 3,587 ટન કચરો ઉત્પન્ન થયો

• તમિલનાડુમાં 1,737 ટન કોરોના વેસ્ટ થયો

• ગુજરાત 1,638 ટન કોરોના વેસ્ટ ઉત્પન્ન થયો

• કેરળમાં 1,516 ટન કચરો ઉત્પન્ન થયો

• ઉત્તર પ્રદેશ 1,416 ટન કોરોના વેસ્ટ

•  દિલ્હી 1,400 ટન, કર્ણાટક 1,380 ટન

•  પશ્ચિમ બંગાળ 1000 ટન કચરો પેદા થયો હતો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version