ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
21 ઓક્ટોબર 2020
કોરોના કાળમાં ચૂંટણીઓ સામે આવી રહી છે. રાજકારીઓ આ વખતે લાવ-લશ્કર લઈ ને તો નહીં નીકળી શકે . કારણકે મેડિકલ ગાઈડલાઈન નું ચુસ્ત પણે તેમણે પાલન કરવું પડશે. આમ છતાં પોતાના પ્રચાર માટે તેઓને હાલની મર્યાદા ઓછી લાગી હતી. આથી તેઓએ સેન્ટ્રલ ચૂંટણી આયોગને રકમની મર્યાદા વધારવાની માંગ કરી હતી..
લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો છે. કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વિકાર કર્યો છે. ચૂંટણી આયોગે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે માટે ઉમેદવારોએ વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે એવી માંગ કરી હતી. કાયદા મંત્રાલયે કાલે રાત્રે આ અંગે સૂચના જારી કરી હતી, જે મુજબ લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો 70 લાખના બદલે 77 લાખ ખર્ચ કરી શકશે. વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા 28 લાખથી વધારી 30 લાખ 80 હજાર રૂપિયા કરાઈ છે..
