Site icon News Continuous Bureau | Mumbai

રાજકારીઓને મંદી નથી નડતી.. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
21 ઓક્ટોબર 2020

કોરોના કાળમાં ચૂંટણીઓ સામે આવી રહી છે. રાજકારીઓ આ વખતે લાવ-લશ્કર લઈ ને તો નહીં નીકળી શકે . કારણકે મેડિકલ ગાઈડલાઈન નું ચુસ્ત પણે તેમણે પાલન કરવું પડશે. આમ છતાં પોતાના પ્રચાર માટે તેઓને હાલની મર્યાદા ઓછી લાગી હતી. આથી તેઓએ સેન્ટ્રલ ચૂંટણી આયોગને રકમની મર્યાદા વધારવાની માંગ કરી હતી..

Join Our WhatsApp Channel

લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદામાં 10 ટકાનો વધારો કરાયો છે. કેન્દ્રએ આ અંગે ચૂંટણી આયોગની ભલામણોનો સ્વિકાર કર્યો છે. ચૂંટણી આયોગે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં મુશ્કેલીઓ પડી રહી છે માટે ઉમેદવારોએ વધુ ખર્ચની મંજૂરી આપવામાં આવે એવી માંગ કરી હતી. કાયદા મંત્રાલયે કાલે રાત્રે આ અંગે સૂચના જારી કરી હતી, જે મુજબ લોકસભા ચૂંટણી માટે હવે ઉમેદવારો 70 લાખના બદલે 77 લાખ ખર્ચ કરી શકશે. વિધાનસભા ચૂંટણી માટે ખર્ચની મર્યાદા 28 લાખથી વધારી 30 લાખ 80 હજાર રૂપિયા કરાઈ છે..

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version