ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુલાઈ 2020
આખા દેશમાં કોરોનાને લઈને વિવાદ વકર્યો છે એવી સ્થિતિમાં ઉત્તર-પૂર્વના એક રાજ્યમાંથી આશ્ચર્ય પમાડે એવો કિસ્સો, એક વિવાદ બહાર આવ્યો છે. કેટલીક સામાજિક સંસ્થાઓ લાંબા સમયથી ત્યાં માંસ માટે કૂતરાઓની ક્રૂરતા સામે અવાજ ઉઠાવી રહી છે.. જ્યારે નાગાલેન્ડના લોકો કહે છે કે તેઓ વર્ષોથી કૂતરાનું માંસ ખાઈ રહ્યા છે, અને તેઓની ખાવા પીવાની રીતભાત પર પાબંધી મુકવી ખોટું છે.
તે જ સમયે, આ વિવાદની વચ્ચે, ચાલો આપણે જાણીએ કે કૂતરાનું માંસ ઉત્તર-પૂર્વના રાજ્ય નાગાલૅન્ડ ના બજાર સુધી કેવી રીતે પહોંચે છે.. નાગાલેન્ડમાં કૂતરાનું માંસ સૌથી વધુ વેચાય છે. આ સિવાય, તે મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળના કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં ખાવામાં આવે છે. નાગાલેન્ડ અને આસામની સરહદ પર સ્થિત દિમાપુર કૂતરાના માંસ માટેનું સૌથી મોટું બજાર છે. આ જ બજાર સમગ્ર પૂર્વોત્તર રાજ્યોમાં કૂતરાની દાણચોરીના તારને જોડે છે. સ્થાનિક રહેવાસીના કહેવા મુજબ ચોરેલા કૂતરા ઘણા રાજ્યોમાંથી દાણચોરી કરવામાં આવે છે જેમાં એક ની કિમંત 4હજાર રૂપિયા સુધી હોય છે, ત્યાંથી તમામને દિમાપુરની કસાઈવાડામાં કૂતરા લઈ જવામાં આવે છે અને અહીંથી કૂતરાનું માંસ સમગ્ર બજારમાં વેચાય છે….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
