ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 ઓગસ્ટ 2020
પહેલી જ પોસ્ટ્સથી મોદીના જે એપ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ બન્યા હતા એવી ટોચની ચાઈનીઝ એપ 'વીબો ને' વડા પ્રધાને તિલાંજલી આપી છે. તાજેતરમાં ચીન સાથે વધી રહેલા તનાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે..
ભારતે, ચીનની મુખ્ય ઇન્ટરનેટ ઉત્પાદનો માંની બે એપ્સ 'બાયડુ' અને 'વીબો' ને ગૂગલ અને એપલના 'એપ સ્ટોર્સ' માંથી હટાવી દેવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આઈપીએસ) ને પણ બાયડુ અને વીબો એપને અવરોધિત કરવાનું કહેવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું છે..
જ્યારે 59 એપ્લિકેશનો પર બહુ અગાઉથી જ ભારતે પ્રતિબંધ મૂકી દીધો છે. જેમ કે —
ટિક ટોક, યુસી બ્રાઉઝર, હેલો, લાઈક્સી, શેરિટ, એમઆઈ કમ્યુનિટિ, વેચટ અને કેમસ્કેનરને લેવામાં આવ્યો હતો, જેમાં સરકારે 47 વધુ ઉમેરીને સૂચિને પૂરક બનાવી છે. જોકે આ વખતે પ્રતિબંધિત એપની યાદીને જાહેર કરવાનું ટાળ્યું છે.
બીજા તબકકામાં મોટાભાગની 47 એપ્લિકેશનોમાં ક્લોન્સ અને કેટલાક મૂળ એપ્લિકેશન્સના વિવિધ સંસ્કરણો શામેલ છે.. જેમ કે– ટિકટોક લાઇટ, લાઇક લાઇટ, બિગો લાઇવ લાઇટ, શેરિટ લાઇટ અને કેમસ્કેનર એચડી.."
સરકારે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા, રાજ્યની સલામતી અને જાહેર વ્યવસ્થાની સલામતીના ખાનગી ડેટા ચીન દ્વારા જાસૂસી કરી ભેગાં કરાતા હોવાનો આરોપ લાગ્યાં બાદ ચીની એપ્લિકેશનોને અવરોધિત કરવાનો નિર્ણય લીધો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
