Site icon

કામના સમાચાર : કોરોનાકાળમાં રદ્દ કરાવેલ રેલ્વે ટિકિટના રિફંડ માટે રેલ્વે મંત્રાલયે કરી મહત્વની જાહેરાત, જાણો વિગતવાર

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
08 જાન્યુઆરી 2021 

રેલ્વે  મંત્રાલયે ટ્રેનની ટિકિટ કેન્સલેશન અને રિફંડને લઈને મોટી જાહેરાત કરી છે. રેલવેએ કાઉન્ટર ટિકિટ રદ્દ કરવા અને તેના પર ક્લેમ રિફંડની સમય સીમા 6 મહિનાથી વધારીને 9 મહિના કરી દીધી છે. રેલ્વે મંત્રાલયે આ નિર્ણય કોરોનાથી થતાં સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને લીધો છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીથી રેલવેએ લોકડાઉનમાં તમામ ટ્રેનો બંધ કરી દેતા ટીકીટ રીફંડ માટે છ મહિનાનો સમય જાહેર કર્યો હતો.  
 

Join Our WhatsApp Community


રેલ્વે મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, રેલવે દ્વારા કરવામાં આવેલી આ ઘોષણા માત્ર રદ કરાયેલ નિયમિત શેડ્યૂલ ટ્રેનો પર લાગુ થશે. જો તમે ટિકિટ જાતે જ રદ કરી છે અથવા જો ટિકિટ અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવી છે, તો તે તેના પર લાગુ થશે નહીં. સાથે આ નિયમ ફક્ત તે જ કાઉન્ટર ટિકિટો પર લાગુ થશે જેમની યાત્રાની તારીખ 21 માર્ચ 2020 થી 31 જુલાઈ 2020 ની વચ્ચે હતી. 
 
નોંધનીય છે કે કોરોના વાયરસના સંક્રમણનેને ધ્યાનમાં રાખીને, રેલ્વેએ રિફંડના નિયમોમાં પહેલાથી ફેરફાર કરી દીધો હતો. કેન્સલ ટ્રેનો પરત મેળવવા માટે ભારતીય રેલ્વે દ્વારા કાઉન્ટર ટિકિટ એકત્રિત કરવા છ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. કોરોના પહેલાંના નિયમ મુજબ, જો કાઉન્ટર ટિકિટ ફક્ત ત્રણ દિવસમાં જ સબમિટ કરવાની હોય, તો રિફંડનો દાવો કરી શકાય છે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version