Site icon

સ્પાઇસ જેટ બાદ હવે આ એરલાઇનની ફ્લાઈટમાં સર્જાઇ દુર્ઘટના- રનવે પરથી લપસી ગઈ ફ્લાઇટ- મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટ સાથે ઘણી ઘટનાઓ બની છે. હવે ફરી એકવાર ઈન્ડિગોની ફ્લાઈટ(flight)માં દુર્ઘટના(Accident) સર્જાઇ છે. ગુરુવારે ઇન્ડિગોની ફ્લાઇટ આસામ (Assam)ના જોરહાટ(Jorhat)થી કોલકાતા(Kolkata) માટે ઉડાન ભરી હતી. જ્યાં ફ્લાઇટ રનવે પરથી સરકી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

Join Our WhatsApp Community

 

મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિગોની વિમાન આસામના જોરહાટથી બંગાળ(Bengal)ના કોલકાતા જઈ રહ્યું હતું. જો કે, જ્યારે તેને ટેક-ઓફ માટે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે પ્લેન લપસી ગયું હતું. આ પ્લેન રનવે પરથી સરકી જતાં કાદવમાં ફસાઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો : પહેલા ચિકન બિરયાની અને પછી મચ્છરથી બચવા મચ્છરદાની-વિપક્ષી નેતાઓનું 50 કલાક આંદોલન-જુઓ ફોટોગ્રાફ

આ દુર્ઘટના અંગે ઈન્ડિગો એરલાઈન્સે કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. વિમાનને તપાસ માટે જોરહાટ પરત લઈ જવામાં આવ્યું હતું. પ્રારંભિક તપાસમાં ફ્લાઈટમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version