Site icon

મોર્ડન જમાનાના આશીકે બ્રેકઅપ થતાં માંગ્યો ખર્ચો.. પ્રેમિકા એ ના કહી તો પહોંચ્યો કોર્ટ મા.. જાણો વિગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓક્ટોબર 2020

જ્યારે બે જણ પ્યારમાં હોય છે ત્યારે સામાન્ય રીતે ડેટિંગ પર જવાનો કે ફરવા નો ખર્ચો પ્રેમી દ્વારા કરવામાં આવતો હોય છે. લવ મોહબ્બતમાં બધું 'ફ્રી' થતું હોય છે. પણ આજનો જમાનો સરખે સરખાનો છે. ગુજરાતમા બનેલો કિસ્સો અનોખો છે. પ્રેમી ના કહેવા મુજબ, આ ગિવ એન્ડ ટેકનો મામલો છે. તેથી, 'બ્રેકઅપ' પછી, ગુજરાતના આ યુવકે તેની ગર્લફ્રેન્ડ પાસેથી એવી બાબતો માટે 50 હજારના  વળતરની માંગણી કરી છે, જેના બીલ તેના પર હતા. તેની પ્રેમિકાના ઇનકાર બાદ તેણે કોર્ટનો ઘા નાખી હતી. કહેવાય છે કે આ યુવકનું તેની પ્રેમિકા સાથે અચાનક વિવાદ થયો હતો. આ સમય દરમિયાન તેમનો સંબંધ પણ તૂટી ગયો. પરિણામે, યુવકે ડેટિંગ દરમિયાન ગર્લફ્રેન્ડ પર ખર્ચ કરેલા પૈસા માંગવાનું શરૂ કર્યું હતું.

જ્યારે પ્રેમિકાએ પૈસા પાછા આપવાની અસમર્થતા વ્યક્ત કરી ત્યારે યુવકે તેની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો હતો. પરેશાન, પ્રેમિકાએ તેની સામે ખંડણીનો કેસ દાખલ કર્યો. આ કારણે, પ્રેમીએ પણ, તેની સામેનો કેસ રદ કરવા માટે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. કહેવાય છે કે પ્રેમી અને પ્રેમિકા બંનેના પ્રેમની શરૂઆત સોશિયલ મીડિયા થી થઈ હતી. 27 વર્ષીય યુવક સોશિયલ મીડિયા પર 21 વર્ષની એક યુવતીને મળ્યો હતો. બંને એક જ ગામના અને એક જ જાતિના હોવાથી બંને વચ્ચેના સંબંધની શરૂઆત એપ્રિલ 2018 માં થઈ હતી. બંને વચ્ચેના સંબંધો પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં સમાપ્ત થયા હતા.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version