ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
મુખ્ય પ્રાયોજક વિવો આઈપીએલની 13 મી સીઝનમાંથી ખસી ગયા બાદ બીસીસીઆઈ નવા પ્રાયોજકની શોધમાં છે. બીસીસીઆઈએ 10 ઓગસ્ટથી આઇપીએલ 2020 ના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઈ) ની માંગ કરી છે. રસ ધરાવતા કંપનીઓ 14 ઓગસ્ટ સુધીમાં તેમની અરજી મોકલી શકે છે. દરમિયાન યોગગુરુ બાબા રામદેવની કંપની પંતજંલી પણ ટાઇટલ સ્પોન્સર બનવાની રેસમાં સામેલ થઈ ગઈ છે.
સમાચાર અનુસાર યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આઈપીએલ 2020 ના પ્રાયોજક માટે બોલી લગાવી શકે છે. પતંજલિના પ્રવક્તા એસ.કે.તીજારીવાળા એ જણાવ્યું હતું કે, અમે પતંજલિને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા માગીએ છીએ અને આ જ કારણે અમે આઈપીએલની સ્પોન્સરશિપ અંગે વિચાર કરી રહ્યા છીએ.
જોકે, બજારના નિષ્ણાંતો માને છે કે પતંજલિ વૈશ્વિક બ્રાન્ડ નથી. જો તે આઈપીએલનો ટાઇટલ સ્પોન્સર બનશે તો તેનો ફાયદો ચોક્કસ થશે પરંતુ આઈપીએલને કોઈ ફાયદો થશે નહીં. ઉલ્લેખનીય છે કે જિયો, એમેઝોન, ટાટા ગ્રુપ, ડ્રીમ 11 અને બાયજુ જેવી કંપનીઓએ આઈપીએલની ટાઇટલ સ્પોન્સરશિપમાં રસ દાખવ્યો હતો.
નોંધનીય છે કે બીસીસીઆઇએ ભારત-ચીન સરહદ વિવાદ બાદ ચીની ચીજોના બહિષ્કારની વધતી માંગ વચ્ચે ગત સપ્તાહે વિવો સાથે કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
