ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
ભારતીય રેલવે યાત્રાળુઓને ચારધામ બદ્રીનાથ, જગન્નાથ પુરી, રામેશ્વરમ અને દ્વારકાધીશના દર્શન કરાવશે. આઈઆરસીટીસીએ ચારધામ યાત્રા માટે આકર્ષક પેકેજ બનાવ્યું છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થયા બાદ સરકારે યાત્રાળુઓને વિશેષ ટ્રેનની ભેટ આપી છે.
દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી 18મી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયેલી આ યાત્રા 16 દિવસ અને 15 રાતની છે. જેમાં બદ્રીનાથ, નરસિંહ મંદિર, ઋષિકેશ, માના ગામ, જગન્નાથપુરી, પુરીના ગોલ્ડન બીચ, કોણાર્ક મંદિર સહિત ધનુષકોડી, રામેશ્વરમ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બીચની યાત્રાનો સમાવેશ થાય છે.
આ ફૂલ એસી ટ્રેનમાં મળતી સુવિધાઓ
– અધ્યતન કિચન, ડાઇનિંગ રેસ્ટોરન્ટ, શો શૉવર ક્યુબિકલ્સ, વૉશરૂમ ફંકશન, ફુટ મસાજર. સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા છે.
