Site icon

શું કોઈના ફોન નંબર માત્રથી તેનું લોકેશન જાણી શકાય- શું આવું કરવું સેફ છે- જાણો તમામ સવાલોના જવાબ

News Continuous Bureau | Mumbai

લોકેશન ટ્રેકિંગનું(location tracking) નામ તો તમે સાંભળ્યું જ હશે. આ શબ્દનો ઉપયોગ કોઈના લોકેશનને ટ્રેક કરવાની પદ્ધતિઓ માટે થાય છે. ઘણા લોકો કોઈના ફોન નંબર(phone number) પરથી તેમનું લોકેશન જાણવાનો પ્રયાસ કરે છે. જો કે વ્યક્તિનું લોકેશન જાણવાની ઘણી રીતો છે, પરંતુ માત્ર મોબાઈલ નંબરથી આ કરવું મુશ્કેલ છે.

Join Our WhatsApp Community

યુઝર્સની પરમિશન વિના(without permission) તેનું લાઇવ લોકેશન (Live location) જાણવું અશક્ય છે. જો કે, કેટલીક યુઝર્સ માહિતી ચોક્કસપણે બહાર કાઢી શકાય છે. ઉદાહરણ તરીકે તમે યુઝર્સના પ્રદેશ, સંભવિત નામ અને ટેલિકોમ ઓપરેટર(Telecom operator) જેવી વિગતો શોધી શકો છો. પણ લાઈવ લોકેશન જાણવું એ સામાન્ય માણસની વાત નથી.

ઘણા લોકો આ માટે ગૂગલ(Google) પર ટ્રિક સર્ચ કરતા રહે છે. આ બાબતમાં તેઓ પોતાનો ડેટા જાતે જ ચોરી લે છે. દરેક પ્રશ્ન અને સમસ્યાનું સમાધાન શોધવા માટે ઘણા લોકો ગૂગલ સુધી પહોંચે છે. જો તમે આ કિસ્સામાં આ કરો છો, તો તમને ઘણા જવાબો મળશે.

આવી ઘણી વેબસાઈટ પણ જોવા મળશે, જે તમને મોબાઈલ નંબરની મદદથી યુઝર લોકેશન જણાવવાનું કહેશે. આ બધા પર તમને યુઝરનું લોકેશન નહીં મળે, પરંતુ તમારો ડેટા ચોરાઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  વાહન ચાલકો માટે મોટા સમાચાર – ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી- તારીખથી આવશે અમલમાં 

…તો કોઈ રસ્તો નથી?

એવું નથી કે લોકેશન ટ્રેકિંગની કોઈ રીત નથી. પરંતુ દરેકને તેની ઍક્સેસ નથી. અમે પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિ વિશે વાત કરી રહ્યા છીએ.

આ માટે પોલીસે ટેલિકોમ કંપનીની મદદ લેવી પડશે. ઓર્ડર મળ્યા બાદ ટેલિકોમ કંપનીઓ યુઝરનો નંબર ટ્રેસિંગ પર મૂકે છે અને એક્ટિવ નંબરનું લોકેશન પોલીસ સાથે શેર કરે છે.

અન્ય માર્ગો છે

જો કે, તમે ટ્રુ કોલર (True Caller) જેવા પ્લેટફોર્મ પર પણ નંબર સર્ચ કરી શકો છો. આમાં, તમને યુઝરનું લોકેશન નહીં મળે, પરંતુ તેના નામ અને પ્રદેશ વિશે ચોક્કસ માહિતી મળી શકે છે.

કેટલીકવાર તમને યુઝરનેમ પણ મળતું નથી. જો તે નંબર Truecallerની ડિરેક્ટરીમાં નથી, તો તમને યુઝરનું નામ દેખાશે નહીં. સાથે જ લોકો ખોટા નામથી પણ રજીસ્ટ્રેશન કરાવે છે.

આ સિવાય યુઝર પોતાનું લોકેશન પોતે પણ શેર કરી શકે છે. આ માટે વોટ્સએપ અને અન્ય એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમે ગૂગલ મેપ્સની મદદથી યુઝરને તેનું લાઈવ લોકેશન પણ પૂછી શકો છો. ધ્યાનમાં રાખો કે તમે આ રીતે યુઝર્સની પરમિશન વિના યુઝર્સનું લાઇવ લોકેશન મેળવી શકતા નથી.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version