Site icon

ઓહ માય ગોડ- દુનિયાનો પહેલો કેસ- અહીં વ્યક્તિ એક સાથે થયો કોરોના- મંકીપોક્સ અને HIVથી સંક્રમિત

News Continuous Bureau | Mumbai

ઈટાલીમાં(Italy) સંશોધકોને એક વિચિત્ર કિસ્સો જોવા મળ્યો છે. અહીં એક વ્યક્તિ મંકીપોક્સ(Monkeypox), કોરોના વાયરસ(Corona virus) અને એચઆઈવીથી (HIV) એક સમયે સંક્રમિત થયો છે. 

Join Our WhatsApp Community

જાણકારી પ્રમાણે ત્રણેય વાયરસ નવા છે અને સ્પેનની(Spain) એક યાત્રા બાદ તે સંક્રમિત થયો છે. દર્દી ૩૬ વર્ષનો એક ઇટાલિયન નાગરિક(Italian citizen) છે. સ્પેનની ૫ દિવસની યાત્રામાંથી પરત આવ્યાના ૯ દિવસ બાદ તેને તાળ, ગળામાં ખારાશ, થાક, માથામાં દુખાવો અને કમરમાં સોજાની સમસ્યા જોવા મળી હતી. તેણે એક પુરુષ સાથે કોન્ડોમ વગર સંબંધ બનાવ્યો હતો.  

જર્નલ ઓફ ઇન્ફેક્શનમાં(Journal of Infection) છપાયેલા રિપોર્ટ પ્રમાણે લક્ષણોના ત્રણ દિવસ બાદ તે કોરોના વાયરસથી સંક્રમિત મળ્યો છે. જાન્યુઆરીમાં આ વ્યક્તિ વેક્સીન(vaccine) લીધાના થોડા દિવસ બાદ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેના હાથમાં એક દાણો જોવા મળ્યો અને થોડા સમયમાં તેના શરીરમાં ફોલ્લીઓ ફેલાઈ ગઈ. ત્યારબાદ તેને સિસિલીના પૂર્વ કિનારાના કૈટેનિયા શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેના ઉપર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તે મંકીપોક્સ, કોરોના વાયરસ અને એચઆઈવી પોઝિટિવ મળ્યો હતો. એચઆઈવીની વિસ્તૃત તપાસ(Detailed investigation) કરતા જાણવા મળ્યું કે તે હાલમાં સંક્રમિત થયો છે. લગભગ એક સપ્તાહ બાદ કોરોના અને મંકીપોક્સથી સાજા થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. કૈટેનિયા યુનિવર્સિટીના(Chaitanya University) સંશોધકોનું કહેવું છે કે આ કેસ દેખાડે છે કે કોરોના અને મંકીપોક્સ વાયરસના(monkeypox virus) લક્ષણો કેવી રીતે એકબીજા પર હાવી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : જો તમને પણ આ આદત હોય તો આજે જ બદલી નાખો-નહિ તો થઇ શકે છે મોટું નુકસાન

સંશોધકોએ કહ્યું કે આ એકમાત્ર કેસ છે જેમાં મંકીપોક્સ, કોરોના વાયરસ અને એચઆઈવી ત્રણેય સંક્રમણ એક સાથે મળ્યા છે. તેમણે કહ્યું કે તે વાતના કોઈ પુરાવા નથી, જે તે દર્શાવે કે ત્રણેય વાયરસ એકસાથે થવા પર ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે. પરંતુ સંશોધકોએ કહ્યું કે જે પ્રમાણે દુનિયામાં મંકીપોક્સના કેસ વધી રહ્યાં છે તે જાેતા  આ વાયરસ વિશે માહિતી મેળવવી જોઈએ.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version